Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દિલ્હીમાં ફરી કોરોનાએ ઉપાડો લીધો : છેલ્લા 24 કલાકમાં વધુ 2312 પોઝીટીવ કેસ નોંધાયા

પોઝિટિવ કેસોની સંખ્યાએ છેલ્લા 58 દિવસનો રેકોર્ડ તોડી નાંખ્યો

નવી દિલ્હી : દિલ્હીમાં ફરીવાર કોરોનાએ ઉપાડો લીધો છે,દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ પોઝિટિવ કેસોની સંખ્યાએ છેલ્લા 58 દિવસનો રેકોર્ડ તોડ્યો છે  છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના નવા 2312 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 4 જુલાઇના રોજ દિલ્હીમાં કોરોનાના 2505 કેસો નોંધાયા હતા. તો 5 જુલાઇના રોજ 2244 કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકની દર કોરોનાના કારણે 18 લકોના મોત થયા છે. તો 1050 લોકો સાજા પણ થયા છે. નવા 2312 કેસોની સાથે જ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 15000ને પાર પહોંચી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,77,060 કેસ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 4462 લોકોના મોત થયા છે. તો કુલ 1,56,728 લોકોએ કોરોનાને માત આપી છે.

કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલાલા 24 કલાકમાં 24198 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તજેની સાથે જ કુલ કોરોના ટેસ્ટની સંખ્યા 16,07,683 થઇ છે. દિલ્હીમાં કોરોનાનો રિકવરી રેટ 88.51 ટકા છે. તો કોરોનાના ચેપની ટકાવારકી 9.55 છે. મૃત્યુદર 2.55 ટકા છે.

(12:16 am IST)