Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અગલે બરસ જલ્દી આના : ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટરના ઉપક્રમે ગણેશ વિસર્જન કાર્યક્રમ ભક્તિસભર સંપન્ન : ભગવાનશ્રી ગણેશજીના ભજનો ,કૃષ્ણ ભજનો ,તથા માતાજીના ગરબાના સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : તાજેતરમાં ન્યૂજર્સીના ગાયત્રી મંદિર piscatawyના પટાંગણમાં કોરોના મહામારીના સંકટ સમયે સર્વે જનો માટે ભગવાન શ્રી ગણેશજીના ઉત્સવ ઉજવણી નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું  વિસર્જન ધામધૂમથી સંપન્ન બનેલ.

રવિવાર સપ્ટેમ્બર 19 ના રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો.પ્રણવભાઈ પંડ્યાજીની પ્રેરણા અને માર્ગદર્શન થકી ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા હિન્દૂ તહેવારોની ઉજવણી ખુબ જ ભાવવિભોર બની રહેલ છે.piscatawyના સ્થાનિક શ્રી અમિતભાઇ પટેલ અને ગ્રુપ દ્વારા ભગવાનશ્રી ગણેશજીના ભજનો ,કૃષ્ણ ભજનો ,તથા માતાજીના ગરબાનું પણ સંગીતમય કાર્યક્રમનું આયોજન ખુલ્લી વિશાળ જગ્યામાં તંબુ બનાવીને કરવામાં આવેલ .

ન્યુજર્સી રાજ્ય તથા CDC ના કાયદાકીય સૂચનોને ધ્યાનમાં રાખીને સોશિઅલ ડિસ્ટર્ન્સિંગ કેળવીને ,દરેક ભક્તોએ માસ્ક પહેરવાના પણ સુચનનું પાલન કરીને શિસ્તબદ્ધ આયોજનમાં પોતાનો સહકાર આપેલો.

ઓરેન્જ કેસરી રંગના ટીશર્ટમાં પરિધાન સર્વે સ્વયંસેવકોનો ડ્રેસ કોડ વિઘ્નહર્તા ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં આકર્ષણરૂપ બનેલો .ગાયત્રી પરિવારના પરિજનો ,યુવક ભક્તો,આબાલવૃદ્ધ ઉંમરના પરિજનો ,ખુબ જ આનંદ ,ભક્તિભાવ પૂર્વક પૂર્ણ બનીને ગુલાલ રંગની ધુળેટી રમીને છેલ્લે નાનકડા ભુલકાઓને ફટાકડાનો કાર્યક્રમ આનંદમય બની રહેલ.

વધુ માહિતી તથા સંસ્થાના આગામી કાર્યક્રમોની રૂપરેખા ગાયત્રી મંદિરના ફોન (732) 357-8200 તથા ગાયત્રી ચેતના સેન્ટર piscatawyની વેબસાઈટ WWW.GAYATRI CENTER .ORG ઉપર મળી શકશે.

(12:52 pm IST)