Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

AAHOA ના પ્રમુખ અને સીઈઓ તરીકે કેન ગ્રીનની સર્વાનુમતે વરણી : 20,000 જેટલા એશિયન અમેરિકન હોટલ માલિકોના સંગઠનના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક બદલ કેન ગ્રીનએ ગૌરવ વ્યક્ત કર્યું

યુ.એસ. : એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએશન ( AAHOA ) ના પ્રેસિડન્ટ તથા સી.ઈ.ઓ.તરીકે કેન ગ્રીનની સર્વાનુમતે વરણી થઇ
છે. 20,000 જેટલા એશિયન અમેરિકન હોટલ માલિકોના સંગઠનના પ્રેસિડન્ટ તથા સી.ઈ.ઓ.તરીકે નિમણુંક બદલ કેન ગ્રીનએ ગૌરવ વ્યક્ત કર્યું છે.

AAHOA બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સર્વસંમત મત બાદ, કેન ગ્રીન નવા પ્રમુખ અને CEO છે. ગ્રીન જૂનથી વચગાળાના ધોરણે આ હોદ્દા ઉપર સેવાઓ આપી રહ્યા છે. AAHOA ના પ્રમુખ અને સીઈઓ કેન ગ્રીને કહ્યું, "AAHOA વર્ષોથી મારા જીવનનો એક ભાગ છે, તેથી જ્યારે વચગાળાના પ્રમુખ અને CEO બનવાની તક આવી, ત્યારે તે લેવાનો સરળ નિર્ણય હતો.

તેમના વચગાળાના સમયગાળા દરમિયાન, ગ્રીને ડલાસ, ટેક્સાસમાં 2021 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શો નું આયોજન કર્યું હતું. જેમાં 6,000 થી વધુ હોટેલિયર હાજર રહ્યા હતા.રોગચાળાની શરૂઆત પછી શહેરમાં આવી પ્રથમ ઘટના હતી.જેમાં આટલી મોટી સંખ્યામાં મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
હોસ્પિટાલિટી ઉદ્યોગમાં ભૂતપૂર્વ બ્રાન્ડ એક્ઝિક્યુટિવ તરીકે, કેનને AAHOA સભ્યો સાથે કામ કરવાનો નોંધપાત્ર અનુભવ છે અને હોટેલિયરોને શું જોઈએ છે તેની નક્કર સમજણ છે, તેવું ”AAHOA ના અધ્યક્ષ વિનય પટેલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે AAHOA વિશ્વનું સૌથી મોટું હોટલ માલિકોનું સંગઠન છે. લગભગ 20,000 AAHOA સભ્યો યુનાઇટેડ સ્ટેટ્સમાં 60 ટકા હોટલો ધરાવે છે. AAHOA સભ્યો દેશની GDP ના 1.7 ટકા માટે જવાબદાર છે. અબજો ડોલરની મિલકત અસ્કયામતો અને એક મિલિયનથી વધુ કર્મચારીઓ સાથે, AAHOA સભ્યો યુનાઇટેડ સ્ટેટ્સના સમુદાયોમાં મુખ્ય આર્થિક ફાળો આપનારા છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)