Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

2021-22 ની સાલની મેડિકલ બેઠકોમાં એડમિશન માટે OCI નો સમાવેશ ઓપન કેટેગરીમાં થવો જોઈએ : તેમને NRI ક્વોટા સુધી મર્યાદિત રાખવાને બદલે

ભારતીય નાગરિકોની સમાન ગણવામાં આવે : સુપ્રીમ કોર્ટ

ન્યુદિલ્હી : 2021-22 ની સાલમાં મેડિકલ બેઠકોમાં એડમિશન માટે ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા ( OCI ) નો સમાવેશ ઓપન કેટેગરીમાં થવો જોઈએ . તેમને NRI ક્વોટા સુધી મર્યાદિત રાખવા ન જોઈએ .તેવું મંતવ્ય સુપ્રીમ કોર્ટે વ્યક્ત કર્યું છે.


વચગાળાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારો, જેઓ OCI છે, તેમને ચાલુ શૈક્ષણિક વર્ષમાં મેડીકલમાં પ્રવેશ માટે ભારતીય નાગરિકોની સમાન ગણવામાં આવે અને તેમને NRI ક્વોટા સુધી મર્યાદિત ન રાખવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) ને બિન-નિવાસી ભારતીય માટે બેઠકો/ ક્વોટામાં મર્યાદિત કરવાને બદલે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે તમામ ઓપન કેટેગરી મેડિકલ બેઠકોમાં પ્રવેશ માટે વિચારણા કરવાની મંજૂરી આપી હતી.

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી 4 માર્ચ, 2021 ના નોટિફિકેશનને પડકારતી અરજી પર ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર અને ક્રિષ્ના મુરારીની ખંડપીઠ દ્વારા વચગાળાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો,  કેન્દ્ર સરકારે તેઓને ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ ટેસ્ટ જેમ કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET), જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) વગેરેમાં માત્ર NRIs ક્વોટામાં સમાવિષ્ટ કરવાની સૂચના આપી હતી. જેની વિરુદ્ધ તેઓને ઓપન કેટેગરીમાં સમાવેશ કરવા નામદાર કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

(9:18 am IST)