Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જમ્મુ -કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઝડપઃ ૧ આતંકવાદી ઠાર

શ્રીનગર,તા. ૧: આજે વહેલી સવારે જમ્મુ -કાશ્મીરના શોપિયાંના રખામાવિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકવાદીમાર્યો ગયો હતો. જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને પોલીસ અને સુરક્ષા દળો સ્થળ પર છે.

આ પહેલા બુધવારે સુરક્ષા દળોએ જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ બે ડઝન કારતુસ જપ્ત કર્યા હતા. બુધવારે સાંજે બુધલ તહસીલના તારગેઈન-જાલાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ એક ખડક નીચે છુપાયેલું પેકેટ જપ્ત કર્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ લાઇટ મશીનગનના ૨૫ કારતૂસ અને કાટવાળું મેગેઝિન જપ્ત કર્યું છે.

રવિવારે, જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત વાંધાજનક સામગ્રી મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના દિવંગત નેતા વસીમ બારીનો હત્યારો, તેમનો પિતા અને ભાઈ પણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

(9:55 am IST)