Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ચીનના ઉદ્યોગો સંકટમાં : ઉર્જાની તંગી હોવાનો ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સનો સત્તાવાર અહેવાલ : ઓગસ્ટ કરતા સપ્ટેમ્બર માસમાં ઉત્પાદન ઘટ્યું : વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ઉપર ચિંતાના વાદળ

હોંગકોંગ : ચીનના ઉત્પાદન ઉદ્યોગો ઉપર સંકટના વાદળ ઘેરાયા હોવાના સત્તાવાર સમાચાર છે. ઉર્જાની તંગીના કારણે ઓગસ્ટ કરતા સપ્ટેમ્બર માસમાં ઉત્પાદન ઘટ્યું છે.  વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ઉપર ચિંતાના વાદળ ઘેરાયા છે.

ચીનની એનર્જીની તંગી ફેક્ટરીઓને સખત ફટકો મારી રહી છે .
ચીનની ફેક્ટરીઓ એવા સમયે સંઘર્ષ કરી રહી છે જ્યારે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ બીજી એક ચિંતાનો સામનો કરવો પડે: વધતી જતી વીજ પુરવઠાની કટોકટીના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે.

ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, એનર્જીના વધતા ખર્ચથી ફેક્ટરીઓ મુશ્કેલી અનુભવી રહી છે..ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે ટન પાવર અને મોટા પ્રમાણમાં કોલસાની જરૂર પડે છે. જૂનમાં વીજળીની તંગી ઉભી થવા લાગી હતી પરંતુ ત્યાર બાદ તે વધુ ખરાબ થઈ ગઈ છે કારણ કે કોલસાના ભાવ વધ્યા છે અને ચીનના પ્રાંતોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા બેઈજિંગના લક્ષ્યોને પૂરા કરવાનો પ્રયાસ કર્યો છે.

વધતી જતી વીજળીની કટોકટીએ કારખાનાઓને ઉત્પાદન ઘટાડવા માટે દબાણ કર્યું છે.ઘરોમાં બ્લેક ઓઉટની સ્થિતિ છે. દેશની વિશાળ અર્થવ્યવસ્થા માટે ખતરો છે જે વૈશ્વિક સપ્લાય ચેઇન પર વધુ તાણ લાવી શકે છે.

વીજળીની અછત તીવ્ર બની છે," તેમણે ઉમેર્યું, મીડિયા અહેવાલો સૂચવે છે કે 20 થી વધુ પ્રાંતોમાં ફેક્ટરીઓએ ઉત્પાદન ઘટાડવું પડ્યું છે.તેવું સી.એન.એન.બિઝનેસ દ્વારા જાણવા મળે છે.

(10:38 am IST)