Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મહિલાની સંમતિ વિના સ્કર્ટની નીચેના ભાગનો ફોટો લેનારને જેલમાં જવું પડશે : ફોટો કે વિડિઓ બનાવનાર કે શેર કરનાર તમામ ગુનેગાર ગણાશે : હોંગકોંગમાં નવો કાનૂન પસાર

હોંગકોંગ : હોંગકોંગમાં, જો કોઈએ મહિલાની સંમતિ વિના સ્કર્ટ નીચે મહિલાઓની તસવીર લીધી કે શેર કરી તો તેમને જેલમાં જવું પડશે. ગુરુવારે, હોંગકોંગે સંમતિ વિના મહિલાઓના સ્કર્ટ નીચે અપસ્કીર્ટિંગ ચિત્રો અથવા વીડિયો બનાવવા અથવા શેર કરવાને ગુનો બનાવતો કાયદો પસાર કર્યો છે. ઈમેજ અને વીડિયો ઈન્ટરનેટ પર વિપુલ પ્રમાણમાં શેર કરવામાં આવે છે જે બજારોમાં, દુકાનોમાં અથવા અન્ય જાહેર સ્થળોએ ગુપ્ત રીતે મહિલાની જાણ બહાર બનાવવામાં આવે છે.

હોંગકોંગની વિધાન પરિષદે નવા કાયદા દ્વારા આવી પ્રવૃત્તિઓને ગુનો બનાવ્યો છે. માત્ર જાહેરમાં જ નહીં, પણ ખાનગી સ્થળોએ આવા ફોટોગ્રાફ્સ કે રેકોર્ડિંગને પણ ગુનાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. ફોટા લેનાર અને શેર કરનાર બંનેને ગુનેગાર ગણવામાં આવશે. નવા નિયમોમાં વીઓરિઝમનો સમાવેશ થાય છે, એટલે કે, કોઈની ઘનિષ્ઠ ક્ષણો જોવી કે રેકોર્ડ કરવી, આવી પ્રવૃત્તિમાંથી ફોટા અથવા વીડિયો શેર કરવો અને સેક્સ્યુઅલી પ્રેરિત થવાના હેતુથી વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ્સની તસવીરો અથવા વીડિયો લેવો તે બાબત અપરાધ ગણાશે.

જો કોઈ વ્યક્તિ બે કે તેથી વધુ ગુના માટે દોષિત સાબિત થાય છે, તો તેનું નામ સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં દાખલ કરી શકાય છે. ડીપ ફેક પણ અપરાધ કાયદામાં બીજી જોગવાઈ રાખવામાં આવી છે, જે અંતર્ગત ડીપ ફેક એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા પોર્ન વીડિયો અથવા ફોટા બનાવવાને પણ કોર્ટમાં પડકારી શકાય છે અને તેને ઈન્ટરનેટ પરથી દૂર કરી શકાય છે. જે લોકોના ચહેરા ડીપ ફેકમાં ઉપયોગમાં લેવાયા છે તેઓ માત્ર તેમને બનાવનારાઓ સામે જ નહીં પણ જેઓ આવી તસવીરો શેર કરે છે અથવા પ્રકાશિત કરે છે તેમની સામે પણ કાર્યવાહી કરી શકે છે. આ ક્ષેત્રમાં કાર્યરત કાર્યકર્તાઓનું કહેવું છે કે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા વેબસાઇટ્સને પણ કોર્ટમાં ખેંચી શકાય છે. ઘણા સામાજિક કાર્યકરોએ નવા કાયદાનું સ્વાગત કર્યું છે.તેવુંએચ..ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(11:11 am IST)