Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઘર વાપસી: 68 વર્ષ બાદ એરલાઇન્સને ફરી ટાટા ગ્રુપએ હાંસલ કરી

વર્ષ 1932 માં જેઆરડી ટાટાએ ટાટા એરલાઈન્સની સ્થાપના કરી: બીજા વિશ્વ યુદ્ધ પછી હવાઈ સેવાઓ બંધ થઈ: 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરાયુ હતું

નવી દિલ્હી : સરકારી કંપની એર ઇન્ડિયાને TATA ખરીદવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પેનલે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપની પસંદગી કરી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે JRD TATAએ 1932 માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. એરલાઇન્સ ફરી પુન શરૂ કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી 1947 માં, એર ઇન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. 1953 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

એર ઇન્ડિયા અગાઉ ટાટા ગ્રુપની કંપની હતી. આ કંપનીની સ્થાપના વર્ષ 1932 માં જેઆરડી ટાટા દ્વારા કરવામાં આવી હતી. આઝાદી પછી, ઉડ્ડયન ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તેના કારણે સરકારે ટાટા એરલાઇન્સના 49 ટકા શેર ખરીદ્યા હતા. બાદમાં આ કંપની પબ્લિક લિમિટેડ કંપની બની અને 29 જુલાઈ, 1946 ના રોજ તેનું નામ બદલીને એર ઇન્ડિયા રાખવામાં આવ્યું. 1953 માં સરકારે એર કોર્પોરેશન એક્ટ પસાર કર્યો અને કંપનીના સ્થાપક જેઆરડી ટાટા પાસેથી માલિકી હક્કો ખરીદ્યા હતા. આ પછી કંપનીને ફરીથી એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિમિટેડ નામ આપવામાં આવ્યું. હાલમાં વિનિવેશની પ્રક્રિયા હેઠળ ટાટા ગ્રુપે 68 વર્ષ પછી ફરી એકવાર પોતાની કંપની પાછી મેળવી છે.

(12:32 pm IST)