Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મેઘરાજા છઠ્ઠી પછી ગુજરાતમાંથી વિદાય લેશે

હવામાન ખાતાએ કરી સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી, તા.૧: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે એક મોટા સંકેત આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે રાજયમાં ચોમાસુ પૂર્ણ થવાની સ્થિતિ તરફ સંકેત આપ્યા છે. ૬ આઙ્ખકોટોબરથી ગુજરાતભરમાં ચોમાસું વિદાય લેશે, જેના કારણે આગામી ૫ દિવસ નહીવત વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે અથડાયા બાદ અરબી સમુદ્રમાં શાહીન વાવાઝોડાના રૂપમાં ડિપ ડિપેશન ફેરવાયું હતું. પરંતુ શાહીન વાવાઝોડું ગુજરાતના કાંઠેથી ૪૦૦ કિ.મી. દૂર હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. પરંતુ તેમ છતાં આગામી દિવસોમાં વરસાદ સાવ બંધ થઈ જશે તેવું નથી. રાજયમાં છૂટોછવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રિમાં વરસાદનો ખતરો નથી. બીજી બાજુ ગુજરાતમાં વરસાદની ઘટ પૂર્ણ થઈ ગઈ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે રાજયમાં ૨% વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજયમાંથી હવે ચોમાસું વિદાઈ લેશે. હવે રાજયમાં ચોમાસું પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી પાંચ દિવસમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ હવે રાજયમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. એટલે કે, રાજયના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે, દ્યણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાન થયું છે એટલે કે હવે ખેડૂતોને વરસાદથી રાહત રહેશે .

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેદ્યરાજા મન મૂકીને વરસતાં ૩૧.૦૪ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૯૪% વરસાદ નોંધાઇ ચૂકયો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર ૧૪.૩૧ ઈંચ વરસાદ નોંધાતા વરસાદની દ્યટની ભીતિ સર્જાઇ હતી. જો કે સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની ૪૫% થી વધારે દ્યટ હતી.પરંતુ સપ્ટેમ્બરમાં ૧૬.૭૭ ઈંચ સાથે જ રાજયમાંથી વરસાદની હવે દ્યટ પણ રહી નથી. રાજયના ૩૩માંથી ૧૪ જિલ્લામાં સિઝનનો ૧૦૦% થી વધુ વરસાદ નોંધાઇ ચૂકયો છે. અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી દેશના દ્યણા રાજયોમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. કેટલાક રાજયોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની અસર સમાપ્ત થઈ જાય છે અને વરસાદ બંધ થઈ જાય છે, પરંતુ આ વખતે એવું નથી. આ વખતે દરેક વખત કરતા સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ૨૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

(3:04 pm IST)