Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

WHOના ૨૧ કર્મચારી પર રેપનો આરોપઃ ડોકટર પણ સામેલ

સ્વતંત્ર રિપોર્ટમાં ૨૦૧૮માં ઈબોલા મહામારીને અટકાવવા ગયેલ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમ દ્વારા મહિલાઓનું યૌન શોષણ કર્યાના ખુલાસાથી ખળભળાટ : આફ્રીકન દેશ કાંગોમાં નોકરીના બદલામાં સંબંધ બાંધવાની અનેક પાસે ડિમાન્ડઃ ના પાડવા પર કરતા હતા બળજબરી

નવી દિલ્હી,તા.૧: આફ્રીકન દેશ કાંગોમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ૨૧ કર્મચારીઓ પર મહિલાઓ અને સગીર છોકરીઓના રેપનો આરોપ લાગ્યો છે. આ ખુલાસો સ્વતંત્ર તપાસમાં થયો છે. કાંગોમાં ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન આ ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો.  WHOના કર્મચારી ઈબોલા મહામારી સામે લડવા માટે કાંગો ગયા હતા. ત્યારે તેમણે અનેક મહિલાઓ અને છોકરીઓનું યૌન શોષણ કર્યુ હતુ.

સ્વતંત્ર રિપોર્ટમાં જણાવ્યાનુંસાર ૨૦૧૮માં ઈબોલા મહામારીને અટકાવવા માટ ગયેલી WHOની ટીમે ત્યાં કેટલીક મહિલાઓને નોકરી માટે ઈન્ટરવ્યૂ લીધા. ૪૩ વર્ષીય મહિલાએ જણાવ્યું કે કે કાંગોમાં પોતાના વિસ્તારમાં ઈબોલા માટે જાગરુકતા ફેલાવવા માટે WHOમાં નોકરી માટે ગઈ હતી. પરંતુ ત્યાં ઈન્ટરવ્યૂહ લેનારાએ તેને નોકરી આપવાને બદલે સેકસની ડિમાન્ડ કરી હતી. જ્યારે મહિલાએ ના પાડી તો તેનો જબરજસ્તી રેપ કર્યો. આવી સેંકડો કહાનીઓ કાંગોના રિમોર્ટ વિસ્તારમાં અને ગાંમોમાં મહિલાઓની સાથે બની છે.

આરોપોની ખરાઈ થયા બાદ WHO પ્રમુખ ટેડ્રોસ એડનમ ઘેબ્રેયસસે ઘટના પર દુઃખ વ્યકત કર્યુ. તેમણે કહ્યું કે ગુનો કરનારાને સજા અપાવવી અમારી પ્રાથમિકતામાં છે. તપાસ ટીમે એમ પણ જોયું કે હોસ્પિટલમાં દાખલ મહિલાઓની સાથે યૌન હિંસા કરવામાં આવી હતી.

લગભગ ૮૩ એવા લોકોનો પર્દાફાશ થયો જેમણ ઈબોલા મહામારી દરમિયાન મહિલાઓ સાથે યૌન શોષણ કર્યુ હતુ. જેમાંથી ૨૧ WHOના કર્મચારીઓ હતા. પીડિતોની મદદ કરવા ગયેલા આ કર્મચારીઓ મહિલાઓને ડ્રિંકમાં કૈફી પદાર્થ ભેળવ્યા બાદ તેમને પોતાની વિકૃતિનો શિકાર બનાવ્યા હતા. જ્યાં કેટલીક મહિલાઓનું કહેવું છે કે નોકરીનો વાયદો કરી તેમનું યોન શૌષણ કર્યુ.

પીડિત મહિલાઓે એમ પણ કહ્યું કે યૌન હુમલા દરમિયાન આરોપી કન્ટ્રાસેપ્શનનો ઉપયોગ નહોંતા કરતા અને બાદમાં અબોર્શન માટે દબાણ કરતા હતા. કેટલીક મહિલાઓએ જણાવ્યું કે એક ડોકટરે પણ નોકરીનો વાયદો કરીને રેપ કર્યો હતો. આ ઘટનાઓેને લઈને તપાસ ત્યારે શરુ થઈ જ્યારે લગભગ ૫૦ મહિલાઓને મદદ કરનારા લોકો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈબોલા મહામારી દરમિયાન કાંગોમાં લગભગ ૨ હજાર લોકોના મોત થયા હતા.

(3:16 pm IST)