Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ઉધ્ધવના પુત્ર તેજસ ઠાકરેએ બામ માછલીની નવી પ્રજાતિ શોધી : ૨ કથમિરિથસ મુંબા' નામ રખાયુ

ઠાકરે પરિવાર રાજકારણના લીધે નહીં પણ ખોજને લઇને સમાચારોમાં ચમકયો : ઇન્સ્ટાગ્રામ ઉપર કરી જાહેરાતઃ મીઠા પાણીની ઇલ પ્રથમ વખત પશ્ચિમી ક્ષેત્રમાંથી મળી

મુંબઇ, તા.૧: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે તથા સમગ્ર ઠાકરે પરિવાર સામાન્ય રીતે રાજકીય સમાચારોમાં ચમકતા હોય છે, પણ આ વખતે ઉધ્ધવના પુત્ર તેજસ ઠાકરેએ પરિવારની પ્રણાલીથી સાવ અલગ રસ્તે ચાલીને સમાચારમાં આવ્યા છે. તેઓ એક પ્રખ્યાત પ્રકૃતિવાદી છે.

તેજસ ઠાકરેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેમણે અને તેમના મિત્રો પ્રવીણરાજ, અનિલ મોહાપાત્રા અને અનમ પવન કુમાર દ્વારા બામ માછલીની નવી પ્રજાતિની ખોજની જાહેરાત કરી છે. તેજસના જણાવ્યા મુજબ આ માછલીનો સંબંધ રકથમિરિથસ જીન સાથે છે, જે મીઠા પાણીની ઇલ (માછલીનો પ્રકાર) છે.

ઉપરાંત તેજસ ઠાકરેએ ઇન્સ્ટાગ્રામ ઉપર નવી પ્રજાતિની માછલીની ખોજ સાથે જણાવેલ કે, આ તેમની અત્યાર સુધીની સૌથી સારી ખોજ છે. બ્લાઇડ હાઇપોજીન ફ્રેશ વોટરઇલ મુંબઇમાં જ મળી હોવાથી તેનું નામ 'રકથમિરિથસ મુંબા' રાખવામાં આવ્યું છે, જે અમારા શહેર મુંબઇથી પ્રેરીત છે. તેમણે ઉમેરેલ કે, કેટલાક વર્ષો પહેલા અમે આ પ્રજાતિ મેળવી હતી અને કોરોના કાળમાં તેના ઉપર કામ કર્યુ અને હવે દુનિયા સામે તેની જાહેરાત કરી રહ્યા છીએ.

આ તકે જણાવવું જરૂરી છે કે આ પહેલીલ બ્લાઇંડ મીઠા પાણીની બામ માછલીની પ્રજાતિ છે જે પશ્ચિમી ક્ષેત્રમાં મળી છે. તેજસના પિતા ઉધ્ધવ ઠાકરે પણ સારા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે અને સમય મળ્યે તેઓ ફોટોગ્રાફી કરવા નિકળતા હોય છે.

(3:18 pm IST)