Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

૧૮ જેટલા વ્યવહારો કરતી વેળાએ પાન નંબર દર્શાવવાનું ફરજીયાત

તમારા ઉપર સતત નજર રાખશે સરકાર અને આવકવેરા ખાતુ : આજથી અમલઃ કોઇપણ રોકડ વ્યવહાર ઉપર સરકારની નજર રહેશે

નવી દિલ્હી તા.૧ : સરકાર અને આવકવેરા ખાતુ સામાન્ય લોકોના તમામ વ્યવહારો ઉપર બારીકાઇથી નજર રાખી રહયુ છે. આ ક્રમમાં આવકવેરા ખાતાએ આજથી અમલ આવે એ રીતે ૧૮ જેટલા વ્યવહારોમાં પાન નંબર દર્શાવવાનું ફરજીયાત કર્યુ છે. હવે વધુમાં થતા રોકાડના વ્યવહારો ઉપર નાણા ખાતુ અને આવકવેરાખાતાની ચાપતી નજર રહેશે. કોઇપણ વ્યકિત, કોઇપણ વસ્તુનું વેચાણ કરે કે ખરીદી કરે તેની વિગત પર્સનલ ઇન્કમટેકસ રીર્ટનમાં દર્શાવવાની રહેશે.

મોટર વ્હીકલ કે વ્હીકલનું વેચાણ કરવામાં આવે કે ખરીદ કરવામાં આવે તો પાન નંબર ફરજીયાત બનશે. બેંકમાં ખાતુ ખોલાવવા પણ પાન નંબરની જરૂરીયાત રહેશે. ડીમેટ ખોલાવવા, હોટલ અને રેસ્ટોરન્ટમાં પેમેન્ટ કરવા, વિદેશ જવા માટે કોઇપણ પેમેન્ટ કરવા કે કોઇપણ વિદેશી કરન્સી ખરીદવા પણ પાન નંબર દર્શાવવાનું જરૂરી બનશે. મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા માટે પેમેન્ટ કરવામાં આવે (પ૦ હજાર ઉપર) પાન નંબર દર્શાવવાનો રહેશે.

કંપની પાસેથી ડીબેન્ચર ખરીદવા કે બોન્ડ ખરીદવા પાન નંબર દર્શાવવો પડશે. બેંક, ડ્રાફટ, પે ઓર્ડર, બેન્કર્સ ચેક, ખરીદવા પણ પાન નંબર દર્શાવવાનો રહેશે. આ ઉપરાંત જીવન વિમાનું પ્રિમીયમ ચુકવવા શેર સિવાયની કોઇપણ સિકયુરીટીના ખરીદ કે વેચાણના કોન્ટ્રાકટ માટે પણ પાન નંબર આપવો રહેશે. કોઇપણ મિલ્કતની ખરીદી કે વેચાણમાં પાન નંબર દર્શાવવાનો જરૂરી રહેશે.

(3:52 pm IST)