Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સેન્સેક્સમાં ૩૬૦, નિફ્ટીમાં ૮૬ પોઈન્ટનું ગાબડું પડ્યું

જીએસટીની વસૂલાત પણ બજારની ગિરાવટ ન રોકી શકી : બેન્કિંગ અને ફિનટેક કંપનીઓના શેર સૌથી વધુ તૂટ્યા

મુંબઈ, તા. : જીએસટી વસૂલી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના શાનદાર આંકડા પણ શેર બજારની ગિરાવટ રોકી શક્યા નહતા. શુક્રવારે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ ૩૬૦ પોઈન્ટ ગબડીને ૫૮,૭૬૫ પોઈન્ટ પર બંધ થયો. મહિન્દ્રા, ડો. રેડ્ડીસ, અલ્ટ્રાટેક સહિત એક ડઝન શેરોમાં ૧થી ટકા સુધીનો ઊછાળો જોવા મળ્યો. સેન્સેક્સએ ૫૮,૮૯૦નો ઈન્ટ્રા ડે હાઈ બનાવ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ૫૦ પણ ૮૬ પોઈન્ટ નીચે ૧૭૫૩૨ પોઈન્ટ પર બંધ થયો. જાણકારોનું માનીએ તો બેક્નિંગ અને ફિનટેક કંપનીઓના શેર સૌથી વધુ તૂટ્યા હતા.

પહેલાં વિદેશી કોષો દ્વારા સતત વેચવાલી અને વૈશ્વિક બજારોમાં નબળા વલણની વચ્ચે એચડીએફસી, એચડીએફસી બેક્ન, આસીઆઈસીઆઈ બેક્ન અને ઈન્ફોસિસ જેવા મુખ્ય શેરોમાં ગિરાવટને લીધે મુખ્ય શેર સુચકાંક સેન્સેક્સ શુક્રવારે શરૂઆતના કારોબારમાં ૫૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. દરમાયન

દરમિયાન ૩૦ શેરો વાળો સેન્સેક્સ ૫૦૦.૬૭ પોઈન્ટ એટલે કે .૮૫ ટકાની ગિરાવટ સાથે ૫૮,૬૨૫.૬૯ પર હતો. એજ રીતે નિફ્ટી ૧૫૦.૪૦ પોઈન્ટ એટલે કે .૮૫ ટકા તૂટીને ૧૭,૪૬૭.૭૫ પર આવી ગયો હતો.

સેન્સેક્સમાં સૌથી વધુ બે ટકાની ગિરાવટ મારુતિમાં જોવા મળી હતી. ઉપરાંત એચડીએફસી બેક્ન, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેક્ન, ભારતી એરટેલ અને એચડીએફસી પણ ગબડનારા શેરોમાં સામેલ હતા.

બીજી બાજુ પાવર ગ્રિડ, એનટીપીસી, બજાજ ઓટો, એમએન્ડએમ અને ડો. રેડ્ડીસ વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા, છેલ્લા સત્રમાં સેન્સેક્સ ૨૮૬.૯૧ પોઈન્ટ અથવા .૪૮ ટકાની ગિરાવટ સાથે ૫૯,૧૨૬.૩૬ પર અને નિફ્ટી ૯૩.૧૫ પોઈન્ટ અથવા .૫૩ ટકાની ગિરાવટ સાથે ૧૭,૬૧૮.૧૫ પર બંધ થયો હતો. શેર બજારના અસ્થાયી આંકડાના અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ગુરૂવારે સમગ્રતઃ આધારે ,૨૨૫.૬૦ કરોડ રુપિયાના શેર વેચ્યા. દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ સૂચકાંક બ્રેન્ટ ક્રૂડ .૧૯ ટકા ગબડીને ૭૮.૧૬ ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો.

ગુરૂવારે ત્રીસ શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ ૨૮૬.૯૧ પોઈન્ટ એટલે કે .૪૮ ટકાની ગિરાવટ સાથે ૫૯,૧૨૬.૩૬ પોઈન્ટ પર બંધ થયો હતો. રીતે નેસનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૯૩.૧૫ પોઈન્ટ એટલે કે .૫૩ ટકા તૂટીને ૧૭,૬૧૮.૧૫ પોઈન્ટ પર બંધ થયો હતો.

(7:24 pm IST)