Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

એર ઈન્ડિયા ટાટાને વેચવા અંગે નિર્ણય નથી લેવાયો

એર ઈન્ડિયા ટાટા ગ્રુપને વેચવા પર સરકારે મૌન તોડ્યું : સરકારે એર ઈન્ડિયા માટેના બિડને મંજૂરી આપી દીધી છે તેવી ખબરો વહેતી થઈ છે જે અહેવાલો ખોટા છે

નવી દિલ્હી, તા. : સરકારી એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપે ખરીદી લીધી હોવાના મીડિયા રિપોર્ટ પર હવે સરકારે મૌન તોડ્યુ છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, બાબતે હજી નિર્ણય લેવાયો નથી. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે જાણકારી અપાશે.

ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ જેટ દ્વારા બોલી લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાને વેચવા માટે બીજી વખત પ્રયત્ન કર્યો છે. પહેલા ૨૦૧૮માં સરકારે પોતાની ૭૬ ટકા હિસ્સેદારી વેચવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી હોતી. દરમિયાન સરકારી સંપત્તિઓના ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગ દ્વારા મામલે ટ્વિટ કરીને જાણકારી અપાઈ છે કે, સરકારે એર ઈન્ડિયા માટેના બિડને મંજૂરી આપી દીધી છે તેવી ખબરો મીડિયામાં વહેતી થઈ છે. અહેવાલો ખોટા છે. સરકારે બાબતે નિર્ણય લીધો નથી. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે મીડિયાને જાણકારી આપવામાં આવશે. સૂત્રોનુ કહેવુ છે કે, ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ડિસઈન્વેસ્મેન્ટની પ્રક્રિયા પૂરી થઈ જશે. સરકાર એર ઈન્ડિયા તેમજ એર ઈન્ડિયા એક્સપ્રેસની ૧૦૦ ટકા અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એઆઈએસએટીએસની ૫૦ ટકા હિસ્સેદારી વેચવાની છે.

(7:26 pm IST)