Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કેપ્ટન અમરિંદર સિંહને મનાવવા બે વાર ફોન કરાયાનો રાવતનો દાવો

કેપ્ટન અમરિંદર સિંહના બળવા બાદ કોંગ્રેસ પ્રભારીની ટીપ્પણ : કેપ્ટનના નિવેદન કોઈના પ્રભાવમાં આવીને આપવામાં આવ્યા, અપમાન કર્યાની વાતમાં સચ્ચાઈ નથી : પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવત

નવી દિલ્હી, તા. : અમરિંદર સિંહના બગાવતી વલણ વચ્ચે પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતનુ નિવેદન સામે આવ્યુ છે. હરીશ રાવતે કહ્યુ કે કેપ્ટન અમરિંદર સિંહને ખેડૂત વિરોધી ભાજપના મદદગાર બનવા જોઈએ નહીં. રાવતે આગળ કહ્યુ કે સમય સોનિયા ગાંધી સાથે ઉભા રહેવાનો છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે કોંગ્રેસે અમરિંદર સિંહને બેવાર સીએમ બનાવવામાં આવ્યા, તેમનુ ઘણુ સન્માન કર્યુ. રાવતે આગળ કહ્યુ કે બે વાર કોલ કરીને અમરિંદર સિંહને મનાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.

હરીશ રાવતે આગળ કહ્યુ કે કેપ્ટનના વર્તમાન નિવેદન જરૂર કોઈના પ્રભાવમાં આવીને આપવામાં આવ્યા છે. હરીશ રાવતે કહ્યુ કે વાતમાં કોઈ સચ્ચાઈ નથી કે કોંગ્રેસે અમરિંદર સિંહનુ અપમાન કર્યુ.

કાલે અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેઓ ભાજપ તો જોઈન કરશે નહીં પરંતુ કોંગ્રેસ છોડશે કેમ કે તેમનુ જે અપમાન થયુ તે તેમનાથી સહન થયુ નહીં. રાવતે આગળ કહ્યુ કે કેપ્ટન અમરિંદર સિંહે જે વાત કહી છે તેની પર ફરીથી વિચાર કરે.

બીજી તરફ અમરિંદર સિંહ પોતાની અલગ પાર્ટી બનાવી શકે છે. સૂત્રો અનુસાર આગામી ૧૫ દિવસની અંદર અમરિંદર સિંહ નવી પાર્ટી બનાવશે. લગભગ એક ડઝન કોંગ્રેસી નેતા પણ તેમના સંપર્કમાં છે. નવજોત સિંહ સિદ્ધુની સાથે ચાલેલા લાંબા વિવાદ બાદ અમરિંદર સિંહે સીએમ પદેશી રાજીનામુ આપ્યુ હતુ. જે બાદ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીએ પંજાબના સીએમ બનાવ્યા હતા. સિદ્ધુ અને ચન્નીની વચ્ચે પણ ખેંચતાણ ચાલી રહી છે. આના કારણે સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. જોકે, કોંગ્રેસમાં હજુ તેમને મનાવવાના પ્રયત્ન જારી છે. 

(7:26 pm IST)