Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પૂર્વ સીએમ સહિત ડઝન ધારાસભ્ય TMCમાં જશે

મેઘાલય કોંગ્રેસમાં પણ ભંગાણના એંધાણ : હવે કોંગ્રેસને મેઘાલયમાં ટીએમસીએ આંચકો આપ્યો

શિલોંગ, તા. : પંજાબમાં ઘમાસાણની વચ્ચે હવે કોંગ્રેસને મેઘાલયમાં ટીએમસીએ ઝાટકો આપ્યો છે. રાજ્યના પૂર્વ સીએમ મુકુલ સંગમા અને બીજા એક ડઝન ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થવાના છે.

પૂર્વ સીએમ સંગમા હાઈકમાનથી નાખુશ છે. તેમને લાગે છે કે, પાર્ટી હાઈકમાને મને સાઈડલાઈન કરી દીધો છે.ગયા સપ્તાહે તેઓ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હાત અને દરમિયાનમાં ટીએમસીના નેતાઓને મળ્યા હતા. જોકે તેમણે મમતા બેનરજી સાથે મુલાકાતનો ઈનકાર કર્યો હતો. કોંગ્રેસ માટે આંચકાજનક વાત છે કે, રાજ્યના બીજા એક ડઝન જેટલા કોંગી ધારાસભ્યો પણ તેમની સાથે ટીએમસીમાં જોડાય તેવી શક્યતાઓ છે. તેઓ તાજેતરમાં પાર્ટીના બે કાર્યક્રમોમાં પણ ગેરહાજર રહ્યા હતા.

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓમાં પાર્ટી છોડીને ટીએમસીમાં જોડાવા માટેની હોડ જામી છે. લેટેસ્ટ કિસ્સામાં ભાજપના વધુ એક ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીએ પણ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે અને તેઓ પણ ટીએમસીમાં જોડાય તેવી શક્યતા છે. પહેલા મુકુલ રોય અને બાબુલ સુપ્રિયો સહિતના મોટા નેતાઓ પણ ભાજપમાંથી ટીએમસીમાં જોડાઈ ચુકયા છે.

(7:27 pm IST)