Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જેવા સાથે તેવા : ભારતમાં આવતા બ્રિટિશ નાગરિકોએ 72 કલાક જૂનો RT PCR રિપોર્ટ બતાવવો જરૂરી : 10 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે

બ્રિટિશ નાગરિકોને ભારત આવ્યાના 8માં દિવસ પણ આરટી-પીસીઆર તપાસ રિપોર્ટ બતાવવો પડશે

નવી દિલ્હી :કોવિશીલ્ડ વેક્સિન લગાવનારા ભારતીયોને કોરોના નિયમોમાં રાહત નાઆપવાના નિર્ણય પછી ભારત સરકારે કડક પગલાઓ ભરવાનું શરૂ કરી દીધું છે. 4 ઓક્ટોબરે ભારત આવનારા બ્રિટિશ નાગરિકોને હવે 72 કલાક જૂનો આરટી-પીસીઆર ટેસ્ટ બતાવવો પડશે. તે ઉપરાંત બ્રિટિશ નાગરિકોને ભારત આવ્યાના 8માં દિવસ પણ આરટી-પીસીઆર તપાસ રિપોર્ટ બતાવવો પડશે. સાથે જ 10 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. વેક્સિન લગાવી ચૂકેલા બ્રિટિશ નાગરિકોને પણ નિયમોમાં કોઈ જ છૂટ આપવામાં આવી નથી.

કેટલાક દિવસ પહેલા બ્રિટિશ સરકારે વેક્સિન લગાવી ચૂકેલા લોકો માટે રાહતની જાહેરાત કરી હતી પરંતુ ભારતમાં બનેલ કોવિશીલ્ડ વેક્સિન લગાવનારા નિયમોમાં છૂટ આપવાથી ઇનકાર કરી દીધો હતો. ભારતે આને લઈને પહેલા યૂકેને તે ચેતવણી આપી હતી કે અમે પણ આવા પ્રતિબંદ લગાવી શકીએ છીએ, તે પછી યૂકે તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતુ કે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે પરંતુ સર્ટિફિકેટને લઈને મુશ્કેલી છે.

ભારતમાં મોટાભાગના લોકોને સીરમ ઈન્સિટ્યુટ દ્વારા તૈયાર ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડ લગાવવામાં આવી છે.ભારતમાં મોટાભાગની વસ્તીને ‘કોવિશિલ્ડ’ નામની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા બનાવેલી રસી આપવામાં આવી છે. તે ‘Vaxjeveria’ નું બાયોએક્વિવેલન્ટ સ્વરૂપ છે.

ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ Vaxjeveria વેક્સિનનો ઉપયોગ યૂકેની મોટાભાગની વસ્તીને વેક્સિનેટ કરવામાં પણ આવ્યો છે. એક જ વેક્સિનને અલગ-અલગ દેશોમાં તૈયાર થઇ હોવાના કારણે ભેદભાવ પર ખુબ જ પ્રશ્ન ઉભા થયા હતા.

વિવાદ શરૂ થયાના એક દિવસ પછી યૂનાઈટેડ કિંગડમે 22 સપ્ટેમ્બરે પોતાની યાત્રા દિશા-નિર્દેશોને અપડેટ કરીને ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને કોવિશીલ્ડ રસીને માન્યતા પ્રાપ્ત રસીની લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે, જેમાં કોવિશીલ્ડ, એસ્ટ્રાજેનેકા વેક્સજેવરિયાલ (Vaxjeveria) અને મોડર્ના વગેરે સામેલ છે. જોકે, પાછળથી યૂકે તરફથી સ્પષ્ટતા કરતાં વેક્સિન સર્ટિફિકેટને લઈને થઈ રહેલી મુશ્કેલીઓનો હવાલો આપ્યો હતો.

(11:12 pm IST)