Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અંપાયરે આંગળી ઉંચી ના કરી છતાં પૂનમ રાઉતે મેદાન છોડ્યું : ભારતીય મહિલા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનોને સ્પોર્ટ્સમેનશીપ શિખવી

પૂનમને તમામ સાથી ખેલાડીઓ તરફથી ખૂબ સન્માન મળ્યું

ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા  મહિલા ટીમ વચ્ચે પ્રથમ વખત ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ટેસ્ટના બીજા દિવસે ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાના એ શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

બંને દિવસે વરસાદને કારણે મેચ પ્રભાવિત થઈ છે. બીજા દિવસની રમત પણ જલ્દી પૂરી થઈ. ડિનર બ્રેક પછી, ખેલાડીઓએ વીજળી પડવાને કારણે મેદાન છોડવું પડ્યું, ત્યાં સુધીમાં ભારતે 101.5 ઓવરમાં પાંચ વિકેટે 276 રન બનાવ્યા હતા. બીજા દિવસે સ્મૃતિની સદી ઉપરાંત પૂનમ રાઉત  પણ ચર્ચામાં રહી હતી.

પૂનમે સ્પોર્ટ્સમેનશીપનો દાખલો બેસાડ્યો અને અમ્પાયર દ્વારા આઉટ ન આપવા છતાં તેણે મેદાન છોડી દીધું. પૂનમના આ પગલા પર સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, જ્યારે તે પેવેલિયનમાં પરત ફરી હતી. ત્યારે ડ્રેસિંગ રૂમના લોકોની પ્રતિક્રિયા શું હતી અને પૂનમના આ નિર્ણયને તેઓ કેવી રીતે જોતા હતા.

ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર ઇનિંગ રમી રહેલી સ્મૃતિએ કહ્યું, અમારી પહેલી પ્રતિક્રિયા હતી 'ઓહ, કેમ કર્યું'. પરંતુ પૂનમે લીધેલા નિર્ણયનો અમે સૌ સન્માન કરીએ છીએ. પૂનમને તમામ સાથી ખેલાડીઓ તરફથી ખૂબ સન્માન મળ્યું. પૂનમે શું કર્યું, મને ખબર નથી કે આજના સમયમાં આ સ્ટેજ પર કેટલા લોકો આમ કરે છે.

ડીઆરએસ ઉપલબ્ધ ન હોય ત્યારે, આઉટ થયા પછી કેટલા લોકો પોતે જ પરત જાય છે તે મને ખબર નથી. આજના સમયમાં DRS છે, ત્યારે બેટ્સમેનોએ પાછા ફરવું પડશે. ખરેખર, પૂનમે તેના નિર્ણય માટે સન્માન મેળવ્યુ છે. પરંતુ અમારી પ્રથમ પ્રતિક્રિયા હતી 'ઓહ, કેમ કર્યું?

(12:32 am IST)