Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પંજાબ બાદ હવે છત્તિસગઢ કોંગ્રેસમાં ઘમાસાણ : ભૂપેશ બઘેલના સમર્થક ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

બઘેલના નજીકના લોકોનું કહેવુ છે કે, ધારાસભ્યો જાતે જ આવી રહ્યા છે શક્તિ પ્રદર્શન જેવી કોઈ વાત નથી.

પંજાબ બાદ હવે છત્તિસગઢ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. છત્તિસગઢમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે સીએમ ભૂપેશ બઘેલના સમર્થક ધારાસભ્યો દિલ્હી પહોંચી રહ્યા છે, જેને શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. જો કે બઘેલના નજીકના લોકોનું કહેવુ છે કે, ધારાસભ્યો જાતે જ આવી રહ્યા છે શક્તિ પ્રદર્શન જેવી કોઈ વાત નથી.

દિલ્હી પહોંચેલા ધારાસભ્ય બૃહસ્પત સિંહએ કહ્યું કે, રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન જેવી કોઈ દૂર દૂર સુધી વાત નથી અને બઘેલના નેતૃત્વમાં જ સરકાર પાંચ વર્ષ ચાલશે. તેમણે કહ્યું કે, અમે અમારા પ્રભારી પીએલ પુનિયાની રાહ જોઈ રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધી તેમના છત્તિસગઢ પ્રવાસ દરમિયાન થોડા વધુ દિવસ ત્યાં રોકાઈ જેથી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં અંદાજે 20 ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા છે અને આજે રાત્રે બીજા 10 ધારાસભ્ય પહોંચ્યા છે.

છત્તિસગઢમાં ભૂપેશ બઘેલ સરકારના અઢી વર્ષ પૂરા થયા બાદથી સતત ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી પદ અઢી વર્ષ સુધી બઘેલ અને પછીના અઢી વર્ષ રાજ્યના વરિષ્ઠ નેતા અને સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવન આપવાની વાત થઈ હતી. એવામાં આ ધારાસભ્યો બુધવારે દિલ્હી પહોંચ્યા હતા. ધારાસભ્યો દિલ્હી પહોંચી રહ્યા છે, આ અંગે કોંગ્રેસના છત્તિસગઢ મામલાના પ્રભારી પીએલ પુનિયાએ કહ્યું હતું કે, મારો હજુ સુધી કોઈ ધારાસભ્યએ સંપર્ક કર્યો નથી.

(12:40 am IST)