Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ભારતીય કંપની ઈરાનથી તેલ લે છેઃ અમેરિકાએ લગાવ્‍યો પ્રતિબંધ

આ પહેલીવાર છે જ્‍યારે અમેરિકાએ કોઈ ભારતીય કંપની પર પ્રતિબંધ મૂકયો : અમેરિકાએ અન્‍ય સાત કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવ્‍યો છેઃ આ કંપનીઓ UAE, હોંગકોંગ અને ચીનની છે

નવી દિલ્‍હી, તા.૧: અમેરિકાએ મુંબઈ સ્‍થિત પેટ્રોકેમિકલ ટ્રેડિંગ કંપની તિબાલાજી પેટ્રોકેમ પ્રાઈવેટ લિમિટેડ  પર પ્રતિબંધ  લગાવ્‍યો  છે. આ કંપની પર ઈરાનથી તેલ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. આ પહેલીવાર છે જ્‍યારે અમેરિકાએ ઈરાન સાથેના સંબંધોને કારણે ભારતીય કંપની પર પ્રતિબંધ મૂકયો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્‍ટે કહ્યું કે કંપનીએ ઈરાન પાસેથી લાખો ડોલરના પેટ્રોકેમિકલ ઉત્‍પાદનો ખરીદ્યા અને પછી તેને ચીન મોકલ્‍યા. આ સાથે અમેરિકાએ અન્‍ય સાત કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવ્‍યો છે. આ કંપનીઓ UAE, હોંગકોંગ અને ચીનની છે.

અમેરિકાના આ પગલા પર ભારત સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ નિષ્‍ણાતોનું કહેવું છે કે આ સમયે અમેરિકાનું આ પગલું ચિંતાજનક છે. વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં જ અમેરિકાના પ્રવાસ પરથી પરત ફર્યા છે. અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ ઘણા ઉચ્‍ચ અધિકારીઓને મળ્‍યા હતા. જેમાં સેક્રેટરી ઓફ સ્‍ટેટ એન્‍ટની બ્‍લિંકન, સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્‍ટિન, વાણિજ્‍ય -ધાન જીએમ રેમોન્‍ડો અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનનો સમાવેશ થાય છે.

તાજેતરના મહિનાઓમાં ભારતે ઈરાન સાથેના સંબંધો પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે. ખાસ કરીને ઇન્‍ટરનેશનલ નોર્થ-સાઉથ કોરિડોર (INSTC) અને ચાબહાર પોર્ટ દ્વારા કનેક્‍ટિવિટી વધારવા પર વાતચીત આગળ વધી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તાજેતરમાં સમરકંદમાં યોજાયેલી SCO સમિટમાં ઈરાનના રાષ્‍ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીને પણ મળ્‍યા હતા. આ બેઠકમાં કનેક્‍ટિવિટી લિંક્‍સ પર ભાર મૂકવામાં આવ્‍યો હતો.

અમેરિકી પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓએ ઈરાનથી તેલ આયાત કરવાનું ટાળ્‍યું છે. આરઓસી ફાઇલિંગ અનુસાર, માર્ચ ૨૦૨૧ સુધીમાં તિબાલાજીનું ટર્નઓવર ૫૯૭.૨૬ કરોડ રૂપિયા હતું. માર્ચ ૨૦૨૨ સુધીમાં, કંપની પાસે રૂ. ૪.૧૭ કરોડની રોકડ અનામત અને રૂ.૪.૧૮ કરોડની નેટવર્થ હતી. કંપનીની રચના ઓગસ્‍ટ ૨૦૧૮માં થઈ હતી. પછી તેનું નામ ટીબા પેટ્રોકેમિકલ હતું. કંપનીએ માર્ચ ૨૦૨૦માં તેનું નામ બદલીને તિબલાજી પેટ્રોકેમિકલ રાખ્‍યું. જાન્‍યુઆરીમાં, કંપનીએ એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં તેને કળષિ ઉત્‍પાદનોમાં પણ વેપાર કરવા જણાવ્‍યું હતું. જૂન ૨૦૨૨ સુધીમાં, તેની અધિકળત શેર મૂડી ૧૦ લાખ રૂપિયા હતી અને ચૂકવેલ મૂડી ૧ લાખ રૂપિયા હતી. તેના બોર્ડમાં બે ડિરેક્‍ટર હર્ષદ સી માંડે અને આશુતોષ વિજય તલ્લુ છે.

(11:10 am IST)