Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ઇન્‍ડોનેશીયાના સુમાત્રામાં પ.૮ નો ભૂકંપઃ એકનું મોત

જર્કાતા : ઇન્‍ડોનેશીયાના સુમાત્રા પ.૮ ની તીવ્રતાના ભૂકંપની ધણધણી ઉઠયું છે. આજે વહેલી સવારે આવેલ ભૂકંપથી અનેક મકાનો ખરાબ રીતે ક્ષતીગ્રસ્‍ત બન્‍યા હતા. જયારે એક વ્‍યકિતનું મોત નિપજયું હતું. ઉપરાંત ૯ લોકો ઘાયલ થયા હતા. સુનામીનો ખતરો ન હોવાનું હવામાન વિજ્ઞાન ખાતાએ જણાવ્‍યું હતું. જો કે પહાડી વિસ્‍તારોમાં સંભવિત ભૂસ્‍ખતલનની ચેતવણી આપવામાં આવી છે.

 

(4:01 pm IST)