Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

બાલ્ટિક સમુદ્રમાં મિથેન લીકથી ભયાનક વિસ્ફોટ : અંતરિક્ષમાં પણ દેખાયુ: UN ની ગંભીર ચેતવણી

નેચરલ ગેસ પાઈપલાઈન સિસ્ટમ નોર્ડ સ્ટ્રીમ ફાટી ગઈ: આસપાસના મોટા વિસ્તારોમાં સમુદ્રી જીવ-જંતુઓને ભારે નુકસાન:અને પરિવહન પર પણ અસર પડી શકે

બાલ્ટિક સમુદ્રમાં નેચરલ ગેસ પાઈપલાઈન સિસ્ટમ નોર્ડ સ્ટ્રીમ ફાટી ગઈ છે. જેના કારણે ભયાનક મિથેન લીક થઈ રહ્યુ છે. જે અંતરિક્ષમાંથી પણ દેખાયુ. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામનુ માનવુ છે કે આ વિસ્ફોટ અમુક ટીએનટી બોમ્બના બરાબર છે. આના કારણે બાલ્ટિક સાગરની ઈકોસિસ્ટમ પર ખરાબ અસર પડી રહી છે.

જો આને ટૂંક સમયમાં રોકવામાં આવ્યુ નહીં તો આસપાસના મોટા વિસ્તારોમાં સમુદ્રી જીવ-જંતુઓને ભારે નુકસાન થશે. સમુદ્રી સિસ્ટમ પરિવહન પર પણ અસર પડી શકે છે.

UNEPના ઈન્ટરનેશનલ મિથેન એમિશન ઓબ્ઝરવેટરી (IMEO)એ કહ્યુ કે અત્યંત કેન્દ્રિત મિથેન નીકળી રહ્યુ છે. એ વાત સાચી છે કે આ કાર્બન ડાયોક્સાઈડ કરતા ઓછો સમય પર્યાવરણમાં રહે છે પરંતુ નુકસાન વધારે પહોંચે છે. IMEOના પ્રમુખ મેનફ્રેડી કાલ્ટાજિરોને કહ્યુ કે આ ખૂબ ખરાબ ઘટના છે.

  મેનફ્રેડી અનુસાર આ મિથેન લીકની અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે. દુનિયાભરમાં મિથેન પર નજર રાખનારી સેટેલાઈટ GHGSat ના અનુસાર અહીંથી લગભગ 23 હજાર કિલોગ્રામ મિથેન દર કલાકે નીકળી રહ્યો છે. એટલે કે આ સમગ્ર દુનિયામાં દરેક કલાકમાં સળગનાર 2.85 લાખ કોલસાની બરાબર છે.

(12:15 am IST)