Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રસી નહિ લીધી હોય તેવા કોવિડ -19 પોઝિટિવ લોકોની સારવાર ખર્ચ કેરળ સરકાર નહિ ઉઠાવે

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું- સ્વાસ્થ્યની સ્થિતિ અથવા એલર્જીને કારણે રસી લઈ શકતા નથી તેઓએ સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે જે લોકો કોવિડ નિવારણ પ્રવૃત્તિઓ એટ્લે કે રસીકરણ જેવા કાર્યોમાં સહકાર નથી આપી રહ્યા તેઓને ચેપના કિસ્સામાં મફત સારવાર આપવામાં આવશે નહીં.વિજયને કહ્યું, “સરકાર રસી લીધા વિના બહાર ફરતા કોવિડ -19 પોઝિટિવ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવશે નહીં.”

તેમણે કહ્યું કે જેઓ તેમની સ્વાસ્થ્યની સ્થિતિ અથવા એલર્જીને કારણે રસી લઈ શકતા નથી તેઓએ સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

“જે શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફ કે જેમણે એલર્જી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓને લીધે રસી ન અપાવી હોય તેઓએ સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર સબમિટ કરવું જોઈએ. અન્ય લોકોએ સાત દિવસમાં એકવાર RT-PCR નેગેટિવ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આરટીપીસીઆર પરીક્ષણો માટેનો ખર્ચ  વ્યક્તિઓએ પોતે જ ઉઠાવવી જોઈએ, ”તેમણે કહ્યું.

(12:00 am IST)