Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

૨૦૧૮થી અત્યાર સુધીમાં દલિતો સામેના અપરાધના ૧૩૯૦૦૦ કેસ

સૌથી વધારે કેસ યુપીમાં : ત્યાર પછી બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ

નવી દિલ્હી તા. ૧ : સરકારે સંસદમાં મંગળવારે કહ્યું છે કે દલિતો સામેના ગુનાઓના ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન ૧,૩૯,૦૪૫ કેસ વિભીન્ન રાજ્યોમાં નોંધાયા છે. જેમાંથી ૫૦,૨૯૧ કેસ તો ફકત ગયા એક વર્ષમાં જ નોંધાયા છે.

ઉત્તર પ્રદેશમાં આવા કેસ સૌથી વધારે ૩૬૪૬૭ નોંધાયા છે ત્યાર પછી બિહાર (૨૦૭૯૩), રાજસ્થાન (૧૮૪૧૮) અને મધ્યપ્રદેશ (૧૬૯૫૨)નો નંબર આવે છે.

ત્રણ વર્ષમાં સૌથી ઓછા કેસ પશ્ચિમ બંગાળમાં ૩૭૩ નોંધાયા છે. ત્યાર પછી પંજાબ (૪૯૯), છત્તીસગઢ (૯૨૧) આક્ષેપ છે કે આ રાજ્યોના વહીવટીતંત્રો દલિત અસરગ્રસ્તોની ફરિયાદ નોંધવામાં નિષ્ફળ રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલ આંકડાઓ અનુસાર, દલિતો સામેના ગુનાઓના ૨૦૧૯માં ૪૫૯૬૧ અને ૨૦૧૮માં ૪૨૭૯૩ કેસ નોંધાયા હતા. ગૃહ મંત્રાલયે એ પણ કહ્યું કે એટ્રોસીટી એકટ હેઠળ ૨૦૨૦માં ૫૩૮૮૬ કેસ અને ૨૦૧૯માં ૪૯૬૦૮ કેસ નોંધાયા હતા.(૨૧.૮)

ત્રણ વર્ષમાં દલિતો સામેના અપરાધ

રાજ્ય            કેસ

યુપી             ૩૬૪૬૭

બિહાર           ૨૦૭૯૩

રાજસ્થાન       ૧૮૪૧૮

મધ્યપ્રદેશ       ૧૬૯૫૨

આંધ્રપ્રદેશ       ૫૮૫૭

તેલંગાણા        ૫૧૫૬

કર્ણાટક          ૪૨૨૭

ગુજરાત         ૪૧૬૮

તમિલનાડુ       ૩૮૩૧

હરિયાણા        ૩૨૫૭

કેરળ            ૨૫૯૧

ઝારખંડ          ૧૮૫૪

છત્તીસગઢ       ૯૨૧

પંજાબ           ૪૯૯

પ.બંગાળ        ૩૭૩

(11:02 am IST)