Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ચીને તાઇવાન ઉપર હુમલો કર્યો તો ચૂપ નહિ બેસે અમેરીકા અને જાપાનઃ શીંજો આબે

જાપાન, તા., ૧: જાપાનના પુર્વ પ્રધાનમંત્રી શીંજો આબેએ કહયું છે કે, ચીને એ વાત સમજી લેવી જોઇએ કે જો તેમણે તાઇવાન ઉપર હુમલો કર્યો તો જાપાન અને અમેરીકા ચૂપ નહિ બેસે. સમાચાર એજન્સી રોઇટર્સ મુજબ બુધવારે આબેએ તાઇવાનના એક થીંક ટેન્કને દીધેલા વર્ચ્યુઅલ ભાષણમાં કહયું કે, 'તાઇવાનમાં ઇમરજન્સી, જાપાનની પણ ઇમરજન્સી છે અને આ અંદાજે જાપાન-અમેરીકા ગઠબંધન માટે ઇમરજન્સી જેવા સંજોગો હશે,  ચીનના લોકો ખાસ કરી રાષ્ટ્રપતિ શી જીનપીનએ કોઇ પણ ગેરસમજ રાખવી જોઇએ નહી કે જાપાન અને અમેરીકા તાઇવાનનો સાથ નહિ આપે. '

ગયા વર્ષે પ્રધાનમંત્રી પદ છોડવાવાળા શીંજો આબે જાપાનની સત્તાધારી લીબરલ ડેમોક્રેટીક પાર્ટીના સૌથી મોટા જુથના પ્રમુખ છે અને તેમને પાર્ટીની અંદર ખુબ પ્રભાવશાળી માનવામાં આવે છે.

(12:26 pm IST)