Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ટક્કર આપવા વ્હાઇટ હાઉસે બનાવ્યો પ્લાન અમેરિકાને સૌથી મોટો ખતરો ચીનનો

ચીનની તાનાશાહી કોઇ પણ ભોગે રોકવી જરૂરી

વોશીંગ્ટન, તા.૧: અમેરિકાએ પણ સ્વીકારી લીધું છે કે જો તેને કોઇ દેશથી સૌથી વધારો ખતરો હોય તો તે ચીન છે. તો તેણે પોતાના બીજા અને ત્રીજા નંબરના વિરોધી તરીકે રશિયા અને ઇરાનને માન્યું છે આ ત્રણે દેશોને ટક્કર આપવા માટે અમેરિકન રક્ષા વિભાગ  અને ઓસ્ટ્રેલીયામાં સૈન્ય સુવિધાઓનું અપડેશન અને વિસ્તરણ કરશે. આ ઉપરાંત, અમેરિકાએ ઓસ્ટ્રેલીયા અને પ્રશાંત ક્ષેત્રના ઘણા ટાપુઓ પર ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરાવવાની અને રોટેશન ધોરણે એરક્રાફટની તૈનાતીની યોજના બનાવી છે. એટલું જ નહીં ચીનની તાનાશાહીને રોકવા માટે અમેરિકાએ પોતાના મિત્ર દેશો સાથે ગઠબંધન કરીને સહયોગ નીતિ દ્વારા કામ કરવાની અપિલ કરી છે.

અમેરિકા દ્વારા હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ વ્યવસ્થાને જાળવી રાખવા 'ઓકસ' સમજૂતિ કરાઇ છે. ચીન અને અમેરિકા વચ્ચે ઘણા મુદાઓ પર વિવાદ છે. અમેરિકા કાયમ ચીનમાં ચાલી રહેલ માનવાધિકાર ઉલ્લંઘન ઉપરાંત તાઇવાન અને દક્ષિણી ચીન સાગરનો મુદો ઉઠાવતું રહ્યું છે.

પેન્ટાગોનના એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકાનું આ પગલું યુરોપમાં રશિયન આક્રમણ સામેની યોજનાને મજબૂત કરવા માટે છે અને નારો દળોને વધુ અસરકારક રીતે સંચાલીત કરવાનું છે. તેમણે કહ્યું કે બાઇડન પ્રશાસને પોતાના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પના વિઘટનકારી દ્રષ્ટિકોણ સમિક્ષાની જરૂર અનુભવી, જેણે અમેરિકન પ્રતિબધ્ધતાઓને અચાનક બદલી નાખી.

(12:27 pm IST)