Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

દિલ્હીમાં સસ્તું થયું પેટ્રોલઃ વેટ ૮ રૂપિયા ઘટાડવાનો નિર્ણય

બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકાર દ્વારા વેટ દ્યટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૧: નવા મહિનાનો પહેલો દિવસ દિલ્હીવાસીઓ માટે રાહતના સમાચાર લાવ્યો છે. દિલ્હી સરકારે લોકોના હિતમાં નિર્ણય લેતાં પેટ્રોલના ભાવમાં દ્યટાડો કર્યો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકાર દ્વારા વેટ દ્યટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ એક લિટર પેટ્રોલ આઠ રૂપિયા સસ્તું થયું છે. બેઠકમાં દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ ૩૦ ટકાથી દ્યટાડીને ૧૯.૪૦ ટકા કર્યો છે. આ પછી આજે રાતથી પેટ્રોલની કિંમતમાં આઠ રૂપિયાનો દ્યટાડો થશે. પેટ્રોલના નવા ભાવ આજે મધરાતથી લાગુ થશે.

દિલ્હીમાં વેટમાં આ દ્યટાડા બાદ તે દેશના એવા શહેરોમાં સામેલ થયું છે જયાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની અંદર વેચવામાં આવશે. જયારે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) અનુસાર, ૧ ડિસેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રહી હતી.

આ વર્ષની શરૂઆતથી જ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. થોડા દિવસો સુધી તેલની કિંમતોમાં વધારા બાદ આખરે દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારે જનતાને ભેટ આપી હતા. સરકારે એકસાઈઝ ડ્યુટીમાં પાંચ અને દસ રૂપિયાનો દ્યટાડો કર્યો હતો. આ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દ્યટાડો થયો હતો. કેન્દ્રના નિર્ણય બાદ NDA શાસિત મોટાભાગના રાજયોએ પણ પોતાના રાજયમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં દ્યટાડો કર્યો હતો. પંજાબ, રાજસ્થાન અને છત્ત્।ીસગઢની કોંગ્રેસ સરકારે પણ આવો જ નિર્ણય લઈને લોકોને રાહત આપી હતી.

(2:44 pm IST)