Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

પરંપરાગત ચિકિત્સા પધ્ધતીની હોસ્પીટલો અને ૧૧ સેન્ટરોનું વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ

લખનૌ, તા., ૧: ઉત્તરપ્રદેશના કાનપુર જીલ્લામાં ૧૧ હોસ્પીટલો લોકાર્પણ માટે તૈયાર છે. આ લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થઇ શકે છે. આ હોસ્પીટલોનો મૂળ ઉદ્દેશ પ્રાકૃતિક ચિકિત્સાને પ્રોત્સાહન આપવાનો છે.

પરંપરાગત ભારતીય ચિકિત્સા સાથે લોકોને જોડવાનો ઉદ્રેશ્ય છે. કાનપુર જીલ્લામાં પ૦ પથારીની ક્ષમતા સાથેની હોસ્પીટલ કાનપુર જીલ્લાના નિગોહ અને ગ્રામ્ય વિસ્તારના બનાર ગામ સહીત ૧૧ તાલુકામાં હોસ્પીટલો તૈયાર થઇ ગઇ છે. આ હોસ્પીટલમાં એક જ સ્થળે આર્યુવેદ, યુનાની અને હોમીયોપેથ ઇલાજની સુવિધા મળશે. 

૬ ડિસેમ્બરે વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી નરેન્દ્ર મોદી આ હોસ્પીટલોનું ઉદઘાટન કરી શકે છે. કાનપુરના અકબરપુર નજીક હાઇવે ઉપર બનાર અલીપુર ગામમાં પ૦ બેડની હોસ્પીટલમાં જુની ચિકિત્સા પધ્ધતી સાથે સાથે યોગ અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવશે. આઉટસોસીંગ કંપનીના માધ્યમથી કર્મચારીઓ અને ડોકટરોની નિમણુંક કરવામાં આવશે.

(2:46 pm IST)