Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

૧૩મી ડિસેમ્બરે વિશેષ મંત્રોચ્ચાર સાથે કાશી વિશ્વનાથ કોરિડોરનું થશે ઉદ્ઘાટન

રવિયોગ અને મહાસિધ્ધયોગનો સર્જાઇ રહ્યો છે અનોખો સંયોગ

નવી દિલ્હી તા. ૧ : ૧૩મી ડિસેમ્બરે રવિ યોગ અને મહાસિદ્ઘયોગનો સંયોગ છે, સાથે જ તે મંત્રોનું પણ વિશેષ મહાત્મય છે, જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કરશે.

જોકે પૂજા વિધિ સવારથી જ શરૂ થશે, પરંતુ ઉત્ત્।રથી દક્ષિણ અને પૂર્વથી પશ્યિમ તમામ પીઠ, મઠો, અખાડાઓના સંતોની હાજરીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નદીઓના પાણી સાથેકાશી વિશ્વનાથધામના ઉધ્ઘાટનની પૂજા કરી રહ્યા હશે. જેમાંથી કેટલાક વિશેષ મંત્રો આપને પણ સાંભળવા મળશે. વેદ અને પુરાણોમાં પણ આ મંત્રોની શકિતનો ઉલ્લેખ છે. આ મંત્રો અર્થર્વશીર્ષ અને શિવસૂકતના હશે.

કાશી વિદ્યા પરિષદની દેખરેખ હેઠળ સમગ્ર પૂજા કરવામાં આવશે, તે પરિષદના મહાસચિવ અને BHU ધર્મ વિજ્ઞાનના પ્રોફેસર, ડો. રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે, અથર્વશીર્ષના મંત્રો છે. તેના દ્વારા ગણપતિની પ્રાર્થના કરવામાં આવે છે જેથી તેઓ પોતાના ભકતોનું સંકટ દૂર કરે.

(2:46 pm IST)