Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રાજ્યસભાના ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે એક જુથ બન્યુ કોંગ્રેસ : રાહુલ પહોંચ્યા

૧૧ ઓગસ્ટે રાજયસભામાં હંગામો કરવા બદલ અધ્યક્ષ વેંકૈયા નાયડુ દ્વારા ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન રદ કરવા માટે વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. જેમાં કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો છે. તૃણમૂલ કોંગ્રેસનાં સસ્પેન્ડ કરાયેલા રાજયસભા સાંસદો ડોલા સેન અને શાંતા ચેત્રી સિવાય, અન્ય તમામ સસ્પેન્ડેડ સાંસદો બુધવારે સંસદ પરિસરમાં તેમના સસ્પેન્શનનાં વિરોધમાં ધરણા પર બેઠા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સત્ર દરમિયાન બન્ને સાંસદો દરરોજ સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ધરણા પર બેસશે. આ પ્રદર્શન સોમવારથી શુક્રવાર સુધી ચાલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ધરણા પ્રદર્શન દરમિયાન અન્ય સસ્પેન્ડેડ સાંસદો પણ ત્યાં પહોંચશે અને તેમના પર સસ્પેન્શન પાછું ખેંચવા માટે દબાણ કરશે. TMC સાંસદ ડોલા સેને કહ્યું, 'સાંસદોનું સસ્પેન્શન તેમના ઘમંડ દર્શાવે છે જે બહુમતીમાં છે. જયારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તે લોકો સંસદની કાર્યવાહીમાં પણ અવરોધ ઉભો કરતા હતા. જયાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે.' આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા સાંસદોને સમર્થન આપવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પાર્ટીનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય ઘણા નેતાઓ પણ જોવા મળ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું, 'અમે માંગ કરીએ છીએ કે રાજયસભાનાં તમામ ૧૨ સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે. અમે બેઠક યોજીને ભવિષ્યની રણનીતિ નક્કી કરીશું.

(3:32 pm IST)