Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

GSTR-3 ફાઇલ કરતી વખતે જો ભૂલ થાય તો GSTR-9 ફાઇલ કરવું હિતાવહ

પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા ડીલરે GSTR-9C ફાઇલ કરવું ફરજિયાત

મુંબઇ,તા. ૩૦ : ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવતી સમસ્‍યા તેમજ GSTR-૯ વિશે આયોજીત વેબિનારમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડો.શૈલેન્‍દ્ર સકસેનાએ જણાવ્‍યું હતુ ક,ે વાર્ષિક રૂપિયા ૨ કરોડનું ટર્નઓવર હોય અથવા એનાથી ઓછું ટર્નઓવર હોય તો એવા કેસમાં GSTR-૯ ફાઇલ કરવું ફરજિયાત નથી. પરંતુ જો GSTR-૧ અને GSTR-૩ ફાઇલ કરતી વખતે કોઇ ભૂલ થઇ ગઇ હતોય તો એવા સંજોગોમાં GSTR-૯ ફાઇલ કરવું હિતાવહ છે. રૂપિયા ૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા ડીલર્સે GSTR-૯સી ફાઇલ કરવું ફરજિયાત નથી. જો કે, રૂપિયા ૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા ડીલરે પોતાના સેલ્‍ફ ડેકલેરેશનથી GSTR-૯સી ફાઇલ કરવું ફરજિયાત છે.

વર્ષ દરમિયાન GSTR-૧, GSTR-૩ બી બુકસ ઓફસ એકાઉન્‍ટસનું રિકન્‍સિલેશન કરી GSTR-૯ અને GSTR-૯સી ભરવાનું રહેશે. જો આ રિકન્‍સિલેશન દરમિયાન જોઇ કોઇ વધારાની જવાબદારી ઉદભવતી હોય તો ડીઆરસી-૩ દ્વારા ચલણ ભરવાનું રહેશે. જો ડીલર GSTR-૯ ફાઇલ નથી કરતા તો તેઓને પ્રતિદિન રૂપિયા ૨૦૦ તથા વધુમાં વધુ રૂપિયા ૧૦ હજાર દંડપેટે ભરવાના રહેશે. GSTR-૯સી માટે ટર્નઓવરના ૦.૫ ટકા અથવા રૂપિયા ૫૦ હજાર એ બે માંથી જે વધુ હોય તે લેટ ફી દંડપેટે ભરવાની રહેશે. GSTR-૧, GSTR-૩બી, GSTR-૨એ અને GSTR-૨ બી સાથે યોગ્‍ય ચકાસણી કર્યા બાદ રિટર્ન ફાઇલ કરવું જોઇએ. અન્‍યથા ASMT ૧૦ની નોટીસ આવે છે.

બુક્‍સ ઓફ એકાઉન્‍ટ્‍સ અને ઇલેકટ્રોનિક ક્રેડિટ લેજર અને બુકસની ITC ચકાસણી જોઇએ. ઇલેકટ્રોનિક કેશ લેજર અને ઇલેકટ્રોનિક કેશ પેમેન્‍ટ ચકાસવું જોઇએ. ૭૨ મહિના સુધી ઇલેકટ્રોનીક બેકઅપ રાખવો જોઇએ. વર્ષ દરમિયાન રિફંડ અને રિજેક્‍ટેડ રિફંડની નોંધ લેવી જોઇએ. જો જોબવર્ક માટે માલ મોકલ્‍યો હોય અને જોબવર્કર એક વર્ષ સુધીમાં માલ નથી મોકલતો તો એવા સંજોગોમાં પુરેપુરી ટેકસની જવાબદારી ઉભી થાય છે. તેવી જ રીતે જો કેપિટલ ગુડ્‍ઝ હોય તો એવા સંજોગોમાં ત્રણ વર્ષથી વચ્‍ચે કેપિટલ  ગુડ્‍ઝનું જોબવર્ક કરી પાછું આવવું જોઇએ. જો આવું નહીં થાય તો તેવા સંજોગોમાં ટેક્‍સની જવાબદારી ઉભી થાય છે. ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. અને ઉપપ્રમુખ રમેશ વઘાસિયાએ ઓપનિંગ રિમાકર્સ આપ્‍યા હતા.

(10:37 am IST)