Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ધનવર્ષાઃઆ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતા ૬ ગણું વધારે મળ્‍યું ફંડ

સૌથી વધુ ભાજપને પોલિટિકલ ફંડ મળ્‍યું : સત્તાધારી ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ફંડ તરીકે ૬૧૪.૫૩ કરોડ રૂપિયા કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન ૯૫.૪૬ કરોડ રૂપિયાનું ફંડ મળ્‍યું છે

નવી દિલ્‍હી,તા.૩૦: પોલિટિકલ ફંડના મામલામાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી ઘણી આગળ છે. ભાજપ પર આ વર્ષે એટલે કે, ૨૦૨૧-૨૨જ્રાક્રત્‍ન ખૂબ ધનવર્ષા થઈ છે. આ જ કારણ છે કે, ભાજપને મળેલા પોલિટિકલ ફંડ કોંગ્રેસ સહિત અન્‍ય પાર્ટીઓની સરખામણીમાં ખૂબ વધારે છે. સત્તાધારી ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ફંડ તરીકે ૬૧૪.૫૩ કરોડ રૂપિયા મળ્‍યા, જે વિપક્ષી કોંગ્રેસ દ્વારા એકઠા કરવામાં આવેલા રકમ કરતા સૌથી વધારે છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન ૯૫.૪૬ કરોડ રૂપિયાનું ફંડ મળ્‍યું છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્‍ટ આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં સત્તાધારી ટીએમસીને આ સમયગાળા દરમિયાન પોલિટિકલ ફંડ તરીકે માત્રા ૪૩ લાખ રૂપિયા મળ્‍યા છે. જયારે માકપાને ૧૦.૦૫ કરોડ રૂપિયા મળ્‍યા છે. માકપાની કેરલમાં સરકાર છે. ચારી રાષ્ટ્રીય પાર્ટીઓએ હાલમાં ચૂંટણી પંચને આપેલા પોલિટિકલ ફંડની માહિતી રજૂ કરી હતી, જેમાં દસ્‍તાવેજોને મંગળવારે જાહેર કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલ ૨૦૨૧માં થઈ હતી. કેરલમાં વિધાનસભા ચૂંટણી એપ્રિલ ૨૦૨૧માં કરાવામાં આવી હતી. જ રિપ્રજેંટેશન ઓફ દ પિપુલ એક્‍ટ એ નિર્ધારિત કરે છે કે, પાર્ટીઓ વ્‍યક્‍તિ દાતા અને સંસ્‍થાઓ પાસેથી ૨૦,૦૦૦ રૂપિયાથી વધારેના યોગદાનનો વાર્ષિક રિપોર્ટ રજૂ કરે છે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, દિલ્‍હી અને પંજાબની સત્તામાં આવેલા આમ આદમી પાર્ટીને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૪૪.૫૪ કરોડ રૂપિયા મળ્‍યા છે. તેમાં આ વર્ષે ઓક્‍ટોબરમાં આયોગને સોંપેલા રિપોર્ટમાં નવો ઓડિટ રિપોર્ટ જેમાં ૩૦.૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ બતાવ્‍યો છે. દિલ્‍હી દિલ્‍હી અને પંજાબ ઉપરાંત ગોવામાં એક માન્‍યતા પ્રાપ્ત રાજકીય પાર્ટી છે.

(10:18 am IST)