Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

યસ બેંક તેની બેલેન્સ એલર્ટ મેસેજ સર્વિસ બંધ કરી દીધી

યસ બેંકના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર : પેકેજ હેઠળ મેસેજ એલર્ટ સેવા ૧ ડિસેમ્બરથી નહીં મળે

મુંબઈ, તા.૩૦ : જો તમે યસ બેંક ગ્રાહકના છો, તો આપના માટે મહત્વપૂર્ણ સમાચાર છે.

યસ બેંક ૧ ડિસેમ્બરથી તેની એક વિશેષ સેવા બંધ કરવા જઈ રહી છે. જો તમે આ સેવાનો લાભ લેવા માંગતા હોય, તો તમે તેની કસ્ટમાઇઝ્ડ સેવા પસંદ કરી શકો છો, પરંતુ  ગ્રાહકોએ પહેલા બેંકને જાણ કરવી પડશે.

યસ બેંક તેની બેલેન્સ એલર્ટ મેસેજ સર્વિસ બંધ કરી રહી છે. જે ગ્રાહકોને પેકેજ હેઠળ મેસેજ એલર્ટ સેવા મળી રહી છે તે હવે ૧ ડિસેમ્બરથી નહીં મળે. જો કે, પેકેજનો સબ્સ્ક્રિપ્શન સમય બાકી હશે, તો પેકેજ સમાપ્ત થાય ત્યાં સુધી બેલેન્સ એલર્ટ મેસેજ પ્રાપ્ત થતી રહેશે. યસ બેંકે થોડા સમય પહેલા આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે ૧ ડિસેમ્બર, ૨૦૨૨થી એસએમએસ સેવાની સુવિધા બંધ કરશે. બેંક નોટિફિકેશન સાથે ગ્રાહકોને ઈ-મેલ અને એસએમએસ દ્વારા પણ આ અંગે જાણ કરશે.

આ સેવા બંધ થવાથી હવે ગ્રાહકો અન્ય રીતે સુવિધાનો લાભ મેળવી શકશે. ઉદાહરણ તરીકે, જો તમે બેલેન્સ જાણવા માંગતા હો, તો તમે બેલેન્સ ઓનલાઈન અથવા મિસ્ડ કોલ દ્વારા ચેક કરી શકો છો.

જો ગ્રાહક આ સુવિધા મેળવવા માંગે છે, તો ગ્રાહક તેની સુવિધા અનુસાર એસએમએસ સેવાને કસ્ટમાઇઝ કરી શકે છે. આ માટે, તમે એસએમએસ સેવા માટે નોંધણી કરાવી શકો છો અને કેટલાક ફેરફારો સાથે આ સેવાનો લાભ લઈ શકો છો.

આ રીતે સેવા માટે નોંધણી કરી શકાશે

*   યસ બેંકના ગ્રાહકો તેમના યુઝર આઈડી અને પાસવર્ડ સાથે સત્તાવાર વેબસાઈટ પર લોગઈન કરવું.

*   ત્યારબાદ મેનુ પર જાઓ અને પ્રોફાઇલ મેનેજ વિકલ્પમાં એલર્ટ પર ક્લિક કરો.

*   આ પછી તમારે તે એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે જેના હેઠળ તમે રજીસ્ટર, મોડીફાઈ અને ડી-રજીસ્ટર કરવા ઇચ્છતા હોય.

*   હવે એલર્ટ ટાઈપ પસંદ કરો અને સેવ સિલેક્ટ કર્યા પછી આ સર્વિસ એક્ટિવેટ થઈ જશે.

(7:50 pm IST)