Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કલેકટર સાહેબ ! ઘર અપાવ્‍યું હવે એક ઘરવાળી પણ અપાવી દો : અરજી લઇને ઓફિસે પહોંચ્‍યો ઠીંગણો માણસ

અઢી ફુટના મહોમ્‍મદ શરીફે કલેકટરને લગ્ન કરાવી આપવા માટે કરી અરજી

રાયબરેલી તા. ૧ : શામલીના અઢી ફૂટના અઝીમ મંસૂરીના ધામધૂમથી લગ્ન બાદ હવે સ્‍વતંત્ર પ્રભાર મંત્રી દિનેશ સિંહના જિલ્લા રાયબરેલીના મોહમ્‍મદ શરીફના પણ અરમાનો ફુટી નિકળ્‍યા છે. અઢી ફુટના મોહમ્‍મદ શરીફે સરકારી ઘર મળ્‍યા બાદ જિલ્લા પ્રશાસનને ઘરવાળી વ્‍યવસ્‍થા કરાવી આપવા માટે ભલામણ કરી છે. શરીફે જિલ્લા ધિકારીને પોતાના લગ્ન સામૂહિક વિવાહમાં કરાવી આપવાની ભલામણ કરી છે.

રાયબરેલીના મહારાજગંજ તાલુકાના રહેવાસી શરીફનો શારીરિક વિકાસ થયો નથી અને ધીમે ધીમે તે ૪૦ વર્ષનો થઈ ગયો. ૪૦ વર્ષની ઉંમરે પહોંચ્‍યા બાદ તેમની લંબાઈ ફક્‍ત અઢી ફુટની છે. કોઈ કામ ધાન કરવાના કારણે પરિવારના સભ્‍યોએ ઘરેથી કાઢી મુક્‍યો તો, પ્રશાસન પાસે એક મકાનની ભલામણ કરી. જો કે, સારી વાત એ છે કે, જિલ્લા પ્રશાસન તરફથી તેને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર પર મળી ગયું પણ હવે એકલા રહી રહીને તે કંટાળી ગયો છે. ત્‍યારે હવે તેનું આ એકલાપણુ દૂર કરવા માટે ફરી એક વાર પ્રશાસન પર વિશ્વાસ મુક્‍યો છે અને કલેક્‍ટર માલા શ્રીવાસ્‍તવ પાસે પહોંચ્‍યો છે.

મોહમ્‍મદ શરીફે જિલ્લા પ્રશાસન પાસે આજીજી કરતા કહ્યું કે તે શારીરિક રીતે અવિકસિત હોવાના કારણે કામકાજ કરવા માટે સક્ષમ નથી. જેમ તેમ કરીને સગા સંબંધીઓ તેનું પેટ ભરે છે. તેણે હવે જિલ્લા પ્રશાસન પાસ રોટીની સાથે સાથે રોટલી બનાવવાળી પણ શોધી આપવાની માટે ભલામણ કરી છે. મોહમ્‍મદ શરીફે કલેક્‍ટરને ભલામણ કરી છે કે, અલગ અલગ સરકારી યોજના થકી તેની આર્થિક મદદની સાથે લગ્ન કરાવી આપવામાં આવે.

કલેક્‍ટરે મોહમ્‍મદ શરીફની અરજીને એડીએમ પ્રશાસનના હવાલે કરતા તેમના પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્‍યા છે. મો. શરીફનું કહેવું છે કે, તેમની પાસે સરકારે આપેલું પ્રધાનમંત્રી આવાસ છે. જેમાં તે એકલો રહે છે, એકલા હોવાના કારણે સમય નિકળતો નથી. ઘરમાં ખાવાનું બનાવાની વ્‍યવસ્‍થા પણ નથી. એટલા માટે ડીએમ પાસે લગ્ન કરાવાની માગ કરી છે. ડીએમ ઓફિસમાં પોતાના લગ્નની માગ લઈને પહોંચેલા શરીફની અરજી લેનારા અધિકારી રાજેન્‍દ્ર શુક્‍લાએ જણાવ્‍યું છે કે, લગ્ન કરાવાની અરજી આપી છે, તેને ધ્‍યાનમાં લેવામાં આવશે.

(10:27 am IST)