Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગુજરાત ઇલેક્‍શન કયાંક ને કયાંક લોકસભાનું ટ્રેલર છે

બીજેપી માટે ગુજરાત લૅબોરેટરી રહી છે એટલે બીજેપીને એ છોડવું પોસાય નહીં, તો કોંગ્રેસ માટે ગુજરાત જીતીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તથા કેન્‍દ્રીય ગળહપ્રધાન અમિતભાઇ શાહને તેમના ગઢમાં હરાવી આત્‍મવિશ્વાસને બુલંદી પર લઈ જવાની તક છે

મુંબઇ, તા.૧: બીજેપી માટે ગુજરાત લૅબોરેટરી રહી છે એટલે બીજેપીને એ છોડવું પોસાય નહીં, તો કોંગ્રેસ માટે ગુજરાત જીતીને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તથા કેન્‍દ્રીય ગળહપ્રધાન અમિતભાઇ શાહને તેમના ગઢમાં હરાવી આત્‍મવિશ્વાસને બુલંદી પર લઈ જવાની તક છે, જ્‍યારે આમ આદમી પાર્ટી માટે ગુજરાત એ માત્ર એક રાજ્‍ય નથી, પણ પાર્ટીને પોષણક્ષમ બનાવી શકે એવું સ્‍ટેટ છે એટલે એને માટે પણ જીત મહત્ત્વની છે.

આવતા ૭ દિવસમાં, કહો કે એક્‍ઝેક્‍ટ આવતા ગુરુવારે તો ભવિષ્‍ય પરથી પડદો હટી ગયો હશે અને ગુજરાત-નરેશ કોણ બને છે એની ખબર પડી ગઈ હશે, પણ એની પહેલાંની, આજની વાત કરવાની હોય તો કહેવું જ પડે કે આ વખતે ગુજરાતમાં લડતા ત્રણેય રાજકીય પક્ષો માટે આ ઇલેક્‍શન તેમની જીવાદોરી સમાન છે. બીજેપી માટે ગુજરાત લૅબોરેટરી રહ્યું છે તો એ પણ એટલું જ સાચું કે શાહ-મોદીની આ માતળભૂમિ અને કર્મભૂમિ રહી છે. જો અહીં હાર મળે તો એ કોઈ કાળે સહન ન થાય અને બીજેપીની ભવિષ્‍યની તમામ યોજનાઓ પર પાણી ફરી વળે. કૉન્‍ગ્રેસ માટે ગુજરાત ઇલેક્‍શન એટલા માટે મહત્ત્વનું છે કે આ મોદી-શાહનું હોમ ગ્રાઉન્‍ડ છે. આ હોમ ગ્રાઉન્‍ડ પર તેમને હાર આપવામાં આવે તો મળતઃ-ાય થઈ ગયેલી કૉન્‍ગ્રેસમાં આત્‍મવિશ્વાસનો નવો દોરીસંચાર થાય, જ્‍યારે આમ આદમી પાર્ટી માટે ગુજરાત સમળદ્ધ રાજ્‍ય છે. આ સમળદ્ધ રાજ્‍ય હાથમાં આવે તો પાર્ટીને એક નવી જ મજબૂતી મળે અને ભવિષ્‍યમાં ગુજરાતનાં પાડોશી રાજ્‍યો એવાં રાજસ્‍થાન અને મહારાષ્‍ટ્ર પર ફોકસ કરી શકાય. તેમ મીડ-ડે જણાવે છે.

કહેવાનો ભાવાર્થ એ કે ગુજરાત ઇલેક્‍શનનું રિઝલ્‍ટ કયાંક અને કયાંક દેશનું ભવિષ્‍ય પણ દર્શાવતું ટ્રેલર હશે અને આ ટ્રેલર પરથી આવતા વર્ષે દેશમાં થનારા લોકસભા ઇલેક્‍શનની રૂપરેખા તૈયાર થશે અને બીજેપી સિવાયની પાર્ટી પણ એ જ કામ કરશે.

ગુજરાતની વાત કરીએ તો ૧૯૯પથી ઑલમોસ્‍ટ બીજેપી જ ગુજરાતમાં રહી છે. વચ્‍ચે હજુરિયા-ખજૂરિયા સમયે થોડો સમય સરકારમાં દેડકાઓ આવીને ડ્રાઉં-ડ્રાઉં કરી ગયા, પણ બાકી સરવાળે બીજેપીની સરકાર જ રહી છે. આ પિરિયડમાં એક નવી જનરેશન આવી ગઈ, જે આજે પુખ્‍ત છે અને પોતાની વિચારધારા ધરાવે છે. આ જે નવી જનરેશન છે એ નવી જનરેશન જાણે છે કે પાડોશી રાજ્‍યોમાં શું ચાલે છે. પૉલિટિકલી તેમનો વિચાર સ્‍પષ્ટ છે અને તેમની વિચારધારા પણ સ્‍પષ્ટ છે. આ નવી જનરેશન રાજકારણને જૂના દૃષ્ટિકોણથી નથી જોતી. એને મન તો ડેવલપમેન્‍ટથી મોટી અને એનાથી આગળ કોઈ વાત નથી. તમે કામ કરો છો તો તમે અમારા છો. બાકી, અમને તમારી કોઈ જરૂર નથી.

આ જે સ્‍પષ્ટ નીતિ છે એ સ્‍પષ્ટ નીતિ આ વખતે ગુજરાત ઇલેક્‍શનના રિઝલ્‍ટમાં જોવા મળે એવા ચાન્‍સિસ ઊજળા છે તો એ વાત પણ એટલી જ સાચી કે એને પૉલિટિકલ ભાષણોમાં પણ બહુ રસ નથી. એ આંકડાઓમાં જ માને છે અને આંકડાઓની ખરાઈ કરવાનું કામ એ ઘડીના છઠા ભાગમાં કરી લે છે. મારું પર્સનલી માનવું છે કે આ નવી જનરેશન હવે ડ્રાઇવિંગની મેઇન સીટ પર છે અને એ જ લોકશાહીને આગળ હંકારી જવાની છે.

આ નવી જનરેશન નારાજ છે તો માત્ર નારાજગીના રસ્‍તે ચાલીને તે મોઢા ચડાવીને બેસી રહેવામાં નથી માનતી. તે નારાજગી વ્‍યક્‍ત કરવાનું પણ જાણે છે અને પોતાની નારાજગીનો જવાબ આપતા પણ તેમને આવડે છે. નારાજગી જેના પણ પ્રત્‍યે હશે એનો જવાબ તે આપવાની જ છે અને એ જવાબની આપણને સૌને આવતા ગુરુવારે ખબર પણ પડવાની છે. વાત નારાજગીની ચાલે છે ત્‍યારે એક વાત તમને સૌને કહેવી છે.

માસ્‍તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં: ગુજરાતી ભાષાની આ જે કહેવત છે એ કહેવત સાવ એમ જ હવામાંથી નથી આવી. નવી જનરેશન જાણે છે કે જે કામ કરે એની જ ભૂલ થાય. પોતાની કંપનીના હ્યુમન રિસૉર્સ ડિપાર્ટમેન્‍ટના સિનિયર્સને મળીને તે આ જ વાત મોઢામોઢ કહે છે અને સાબિત પણ કરી દે છે કે લોકો જ્‍યારે એક કે બે કામ કરવામાં પણ ઠાગાઠૈયા કરે છે ત્‍યારે એક્‍સ વ્‍યક્‍તિએ ૧૨ કામ કર્યા છે તો એકાદ કામમાં ભૂલ રહે પણ ખરી અને જો એ રહી હોય તો એને નજરઅંદાજ કરવાની ક્ષમતા કેળવવી પણ પડે. કામચોર કરતાં ઓછી ભૂલો સાથે વધુમાં વધુ કામ કરવાની માનસિકતા ધરાવનારાઓ સારા. આ તેમનું માનવું છે અને તે આ જ વાતના ફૉલોઅર્સ પણ છે.

નવી જનરેશનને મન પૉલિટિક્‍સ એટલે લાલ લાઇટવાળી ગાડીમાં ખાદી પહેરીને ટહેલનારો એક નેતા નહીં, જરૂર પડે ત્‍યાં લાલ આંખ કરીને કામ કરાવવાની ત્રેવડ ધરાવતો હીરો છે. કબૂતરની પાંખે, સંવેદનાની ડાળે બેસી રહેનારા નેતાઓ તેને જોઈતા નથી અને ગુજરાતમાં એટલે જ ભૂતકાળમાં પરિવર્તન પણ આવ્‍યું એ આપણે સૌ જાણીએ છીએ, પણ એ પરિવર્તનની પાછળ કોણ વધારે જવાબદાર હતું એ આ જ સુધી જાણ્‍યું નહોતું.

હા, આ નવી જનરેશન જ એની માટે જવાબદાર હતી. સુષ્ઠુ-સુષ્ઠુ બોલનારા ને સતત કનડતા મચ્‍છરને ફૂંકથી ઉડાડી ‘ચલ હટ' એવું કહેનારા નેતાઓથી દેશ કંટાળ્‍યો અને એટલે જ તેણે પરિવર્તનની દિશા પકડી. દેશમાં થયેલા પરિવર્તને બહાદુરીની સાથોસાથ પ્રજાને બેબાક થવાની ક્ષમતા ઊભી કરી અને એ જ ક્ષમતાએ નવી જનરેશનને ક્‍લેરિટી આપી કે જોઈએ તો અમને આ જ.

ફરી વાર કહીશ, ગુજરાત લોકસભાનું ટ્રેલર છે અને એટલે જ ગુજરાત સૌકોઈની માટે પ્રેસ્‍ટિજિયિશ છે. ફરક માત્ર એટલો છે, કોઈની માટે ગુજરાત ઇલેક્‍શન નવા ભારતની દિશામાં પહેલું પગલું છે તો કોઈની માટે ગુજરાત ઇલેક્‍શન બાપીકી જાગીર પાછી મેળવવાની હોડ છે.

(11:42 am IST)