Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

RSSના નેતાઓની જુની પેન્શન સ્કીમ લાગુ કરવા ભલામણ

કેન્દ્રીય નાણામંત્રીએ યોજેલી બજેટ બેઠકોમાં થયા સૂચનો : બજેટ લોકલુભાવન બનાવો : MSPમાં વધારો ફુગાવા સાથે જોડો : આત્મનિર્ભરતા વધારવા પણ ભલામણ

નવી દિલ્હી તા. ૧ : આવતા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બજેટ રજૂ કર્યા પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંસ્થાઓના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન અનેક નેતાઓએ તેને જુની પેન્શન વ્યવસ્થા ફરી ચાલુ કરવા અંગે જણાવ્યું છે. ૨૧ થી ૨૮ નવેમ્બર વચ્ચે આયોજીત આ બેઠકોમાં સંઘ સાથે જોડાયેલા નેતાઓએ આવતા બજેટમાં ૫૧ ગૌ કેન્દ્રીત વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરવા અંગે જણાવ્યું છે.

૨૦૨૪ની ચૂંટણી પહેલા પૂર્ણ બજેટને લોકલુભાવન બનાવવા માટે જણાવવામાં આવ્યું છેે. કેપીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે ન્યુનત્તમ સમર્થન આવકમાં વધારો ફુગાવા સાથે જોડીને કરવામાં આવે. આ ઉપરાંત ચીની આયાતને હતોત્સાહિત કરવા અને વધુ રોજગાર સર્જિત કરવાના ઉપાય કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

કેન્દ્રની સત્તા પર કાબેલ બીજેપીને વૈચારિક સ્ત્રોત રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સાથે જોડાયેલા સંગઠન હંમેશાથી જ સરકારની રાજકોષિય નીતિઓના સમર્થનમાં રહ્યા નથી અને તેને બદલવાની સલાહ આપી રહ્યા છે. ઉદાહરણ માટે ગયા વર્ષે આરએસએસે બેરોજગારીથી નીપટવા માટે એક પ્રસ્તાવ પાસ કરીને ભારતીય અર્થવ્યવસ્થા માટે આત્મનિર્ભરતા વધારવાનું જણાવ્યું હતું. જેથી દેશની અંદર નિર્માણ ઉદ્યોગોનો વિકાસ થઇ શકે અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ પર જોર ઘટાડી શકાય.

આ વખતે પણ સંઘ સાથે જોડાયેલા સંગઠનો ભારતીય મજુર સંઘ, ભારતીય કિસાન સંઘ અને સ્વદેશી જાગરણ મંચે દેશી અર્થ વ્યવસ્થાને આત્મનિર્ભર બનાવવાનું મંતવ્ય નાણામંત્રીને આપ્યું છે. ૨૨ નવેમ્બરે તેમની મુલાકાતમાં ભારતીય કિસાન સંઘના નેતાઓને નાણામંત્રી સાથે ખેડૂતોની આવક વધારવા અને તેનો તણાવ ઓછા કરવાના ઉપાયો પર ચર્ચા કરી છે અને મોંઘવારી દર સાથે જોડીને પીએમ કિસાન સમ્માન નિધિની રકમ વધારવાની સલાહ આપી છે.

ભારતીય કિસાન સંઘના નેતાઓએ કેન્દ્રીય નાણામંત્રી સીતારમણ સાથે દેશભરમાં ૫૧ ગૌ વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવા અંગે જણાવ્યું છે જેથી દેશભરમાં ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન મળી શકે અને તે દિશામાં સાર્થક શોધ થઇ શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ સંઘના શ્રમિક સંગઠન ભારતીય મજુર સંઘના નેતાઓએ ૨૮ નવેમ્બરે કેન્દ્રીય નાણામંત્રી સાથે મુલાકાતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે જુની પેન્શન વ્યવસ્થા શરૂ કરવાનું કહ્યું. આ મુદ્દો હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં છવાયેલો રહ્યો. કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેને લાગુ કરવાનો વાયદો કર્યો છે. જુની પેન્શન વ્યવસ્થા ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં હટાવી દીધી હતી અને તેની જગ્યાએ નવી પેન્શન વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી.

(4:25 pm IST)