Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પંજાબના ફિરોઝપુરમાં ૬૬૬ હથિયારોના લાઈસન્સ રદ કરાયા

હથિયારોના લાઈસન્સના દુરૂપયોગને લઈને ઝૂંબેશ : યાદીમાં એ લોકો સામેલ છે જેમના વિરુદ્ધ FIR થઈ છે

ચંડીગઢ, તા.૧ : પંજાબમાં હથિયારોના લાઈસન્સના દુરુપયોગને લઈને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ચળવળ હેઠળ ફિરોઝપુરમાં ૬૬૬ હથિયારોના લાઈસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમાં એ લોકો સામેલ છે જેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી છે અથવા તો જેમના હથિયારો માલખાનામાં જમા કરાવી દેવામાં આવ્યા છે.

એસએસપી કંવરદીપ કૌરે જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ ૨૧,૪૩૦ હથિયારો લાઈસન્સ ધારકો છે અને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ૭,૨૫૮ લાયસન્સ સ્કેન કરવામાં આવ્યા છે અને ૬૬૬ લાયસન્સ વિવિધ કારણોસર રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર હથિયારોના પ્રદર્શનને લઈને અત્યાર સુધીમાં પાંચ હ્લૈંઇ નોંધવામાં આવી છે. આ ઉપરાંત અન્ય હેટ સ્પીચ માટે નોંધાયેલ છે. તેમણે કહ્યું કે અમે આ તમામ મામલામાં હથિયાર લાઈસન્સ રદ કરવાની ભલામણ કરી છે.

ડીસી અમૃત સિંહે જણાવ્યું હતું કે, જીરા સબડિવિઝનના મન્સૂરવાલા ગામમાં ઈથેનોલ પ્લાન્ટની સામે બેઠેલા ૨૧ લોકોના શસ્ત્ર લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ત્રણ કેસમાં લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આવા ૩૨૬ કેસોની ઓળખ કરવામાં આવી છે જ્યાં માલખાનામાં શસ્ત્રો જમા કરવામાં આવ્યા છે અથવા લાંબા સમયથી હથિયારોના વેપારી પાસે પડ્યા છે અને આ કેસોમાં લોકોને નોટિસ આપવામાં આવી હતી.

આઈજી સુખચૈન સિંહ ગિલે સ્પષ્ટ કર્યું હતું કે, આત્મરક્ષા માટે હથિયારો લઈ જવાની અનુમતિ છે પરંતુ ગૌરવ માટે નહીં. ગિલે કહ્યું કે, આખા પંજાબમાં લગભગ ૩.૪૫ લાખ હથિયાર લાયસન્સ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ નવા જરૂરિયાતના આધારે જ જાહેર કરવામાં આવશે.

ગિલે કહ્યું કે, પોલીસ આર્મ્સ એક્ટ હેઠળ હથિયારોની ચકાસણી ત્રણ મહિનામાં પૂર્ણ કરશે. આઈજીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯માં આર્મ્સ એક્ટમાં સુધારા બાદ એક વર્ષના સમયગાળામાં લાઈસન્સધારક લાયસન્સ પર ત્રીજું કે ચોથું હથિયાર જમા કરાવવામાં નિષ્ફળ ગયો હોય તેવા ઘણા લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે.

 

 

(7:52 pm IST)