Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ: ગત વર્ષ કરતા મતદાન ઓછું :કોણ બાજી મારશે !?

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠક પર મત નાખવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં ચૂંટણી પંચના આંકડા અનુસાર સરેરાશ 5 વાગ્યા સુધી 56.58 ટકા મતદાન થયુ હતુ. રાજ્યમાં બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધી 56.88 ટકા મતદાન થઇ ગયુ છે. કોંગ્રેસે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ આપી હતી કે 50 મતદાન કેન્દ્ર પર EVM મશીન કામ કરતી નહતી.

ગુજરાત વિધાનસભઆ ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠક પર કુલ 788 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં 718 પુરૂષ અને 70 મહિલા ઉમેદવાર સામેલ હતા.

2017માં આ બેઠકો પર 67.23 % મતદાન થયુ હતુ, ત્યારે સૌથી વધુ નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર 85.42% મતદાન અને કચ્છની ગાંધીધામ બેઠક પર સૌથી ઓછુ 54.53 % મતદાન થયુ હતુ.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપે પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 48 બેઠક પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ 38 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. અન્ય ક્ષેત્રીય પાર્ટીના ખાતામાં ત્રણ બેઠક આવી હતી.

(8:03 pm IST)