Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સર્ચ ઓપરેશન દરમિયાન BSF જવાન ભારતીય સરહદ પાર કરી ગયો: પાક રેન્જર્સ દ્વારા મુક્ત કરાયો

 પંજાબની અબોહર બોર્ડર પર બુર્જી ક્રોસિંગના કારણે BSFનો એક જવાન પાકિસ્તાન સીમામાં પહોંચી ગયો: BSF અને પાક રેન્જર્સ વચ્ચેની ફ્લેગ મીટિંગમાં જવાનને મુક્ત કરવા પર સહમતિ બની

પંજાબની અબોહર બોર્ડર પર બુર્જી ક્રોસિંગના કારણે BSFનો એક જવાન પાકિસ્તાન સીમામાં પહોંચી ગયો હતો. ત્યાર પછી આ જવાન પાકિસ્તાન રેન્જર્સના હાથે ઝડપાયો હતો. સવારના સર્ચ ઓપરેશન દરમિયાન BSF જવાન ઝાકળના કારણે સરહદ પાર કરી ગયો હતો. આ દરમિયાન બીએસએફના 8 જવાન શોધખોળ કરી રહ્યા હતા. BSF અને પાક રેન્જર્સ વચ્ચેની ફ્લેગ મીટિંગમાં જવાનને મુક્ત કરવા પર સહમતિ બની હતી. આ પછી BSF જવાનને પાક રેન્જર્સ દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો.

સવારે સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે બીએસએફના 8 જવાન બહાર નીકળ્યા ત્યારે તેમાંથી એક હવાલદાર ભૂલથી બુર્જીને પાર કરીને પાકિસ્તાનની સરહદમાં ઘુસી ગયો હતો. જ્યારે જવાન પરત ફર્યા ત્યારે આ જવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ પછી BSF જવાનના પગના નિશાન પાક રેન્જર્સ તરફ જતા જોવા મળ્યા, ત્યારપછી BSFએ પાક રેન્જર્સ સાથે વાત કરી. આ પછી પાક રેન્જર્સે કહ્યું કે તેઓએ એક જવાનને પકડ્યો છે પરંતુ વરિષ્ઠ અધિકારીઓને તેની જાણ કરવામાં આવી હતી. એટલા માટે ફ્લેગ મીટિંગ બાદ જ તેનો નિર્ણય લેવામાં આવશે. આ જવાન હાલમાં જ અબોહર બોર્ડર પર તૈનાત હતો.

(10:29 pm IST)