Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાનૂની લડાઈ હારી ગયા :હવે અમેરિકન સાંસદ તેમના ટેક્સ રિટર્નની કરી શકશે તપાસ

 . હવે આ દસ્તાવેજો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની એક સમિતિને સોંપવામાં આવ્યા.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેક્સ રિટર્નના દસ્તાવેજો ગુપ્ત રાખવાની કાનૂની લડાઈ હારી ગયા છે. હવે આ દસ્તાવેજો યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની એક સમિતિને સોંપવામાં આવ્યા છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ રિટર્ન સંબંધિત દસ્તાવેજો ડેમોક્રેટ-નિયંત્રિત ગૃહને સોંપવાનો નિર્ણય કર્યો છે.

જોકે, એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે દસ્તાવેજો સાર્વજનિક કરવામાં આવશે કે નહીં. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી.

અગાઉ તેમની 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન અને પછી તેમણે દાયકાઓ જૂના રાષ્ટ્રપતિ ચૂંટણીના રિવાજને તોડીને આ દસ્તાવેજોને સાર્વજનિક કરવાનો ઇનકાર કર્યો હતો.

તાજેતરમાં તેમણે આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ચાલ ગણાવી હતી અને કહ્યું હતું કે વર્ષ 2024 માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તેમની જાહેરાત પછી આ કાર્યવાહી સામે આવી છે.

(11:13 pm IST)