Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રૉનીલ સિંઘના હત્યારાને સંતાડી રાખનારને 21 માસની જેલ : 26 ડિસેમ્બર, 2018 ના રોજ હત્યા થઇ હતી

કેલિફોર્નિયા :  એક ફીજી ભારતીય પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કર્યા બાદ તેના ભાઇને મેક્સિકો ભાગવામાં મદદ કરવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિને ફેડરલ જેલમાં 21 માસની સજા ફટકારવામાં આવી છે.

37 વર્ષીય કોનરાડો વર્જિન મેન્ડોઝા,  અને અન્ય ઘણા લોકો પર આરોપ મૂકાયો હતો કે રૉનીલ સિંઘની હત્યા કર્યા  પછી પાઉલો વર્જિન મેન્ડોઝાને છટકવાનો  પ્રયાસ કરવામાં મદદ કરી હતી. કોનરાડો વર્જિન મેન્ડોઝાને 30 માર્ચને 21 મહિનાની સજા સંભળાવી હતી.

કેલિફોર્નિયાની સેન્ટ્રલ વેલીના નાના શહેર ન્યૂમેનના એક અધિકારી, રોનિલ સિંહએ  26 ડિસેમ્બર, 2018 ના રોજ, પાઉલો વર્જિન મેન્ડોઝાને નશામાં ડ્રાયવિંગ કરવાની શંકાને આધારે પકડ્યો હતો.તેણે રૉનીલ સિંહની હત્યા કરી નાખી  હતી.જે બદલ તેને નવેમ્બર માસમાં 27 માસની જેલસજા ફરમાવાઈ હતી.જયારે તેને મેક્સિકોમાં સંતાડી રાખવા બદલ તેના ભાઈને 21 માસની જેલસજા ફરમાવાઈ છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(1:04 pm IST)