Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

' કવિતા સ્પર્ધા ' : યુ.એસ.ના જ્યોર્જિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન યુવતી સમીક્ષા ગહેરવારે નેન્સી થોર્પ કવિતા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું : 350 ડોલરનું નગદ ઇનામ મેળવ્યું

જ્યોર્જિયા : હોલિન્સ  યુનિવર્સિટી દ્વારા યોજાયેલ 57 મી વાર્ષિક નેન્સી થોર્પ કવિતા સ્પર્ધામાં જ્યોર્જિયાના સુવાનીની લેમ્બર્ટ હાઇ સ્કૂલની સમિક્ષા ગહેરવાર તાજેતરમાં વિજેતા થઈ હતી. હાઇ સ્કૂલની યુવતીઓ માટેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાએ બીજા છ પ્રતિભાશાળી લેખકોને પણ માન્યતા આપી હતી.

સમિક્ષાએ તેની કવિતા "સ્લેવિશ ન્યુમરલ્સ " માટેનું સર્વોચ્ચ ઇનામ જીત્યું હતું.

આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ હું ખૂબ ગૌરવ અનુભવું છું અને સર્જનાત્મક લેખન કાર્યક્રમમાં ભાગ લેવાની તકથી ઉત્સાહિત  છું,તેવું સમીક્ષાએ હોલિન્સ ન્યૂઝલેટરને કહ્યું હતું.

સમીક્ષાને 350  ડોલરનું નગદ ઇનામ આપવામાં આવ્યું છે.તેણે આ અગાઉ બેસ્ટ ડેલિગેટ એવોર્ડ પણ મેળવેલો છે.તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(1:45 pm IST)