Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

દેશની અગ્રણી વ્‍હીકલ્‍સનું ઉત્‍પાદન કરતી ટાટા કંપનીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન : માર્ચનો સેલનો આંકડો આકર્ષક

નવી દિલ્હી : દેશની અગ્રણી વ્હીકલ્સનું ઉત્પાદન કરતી ટાટા કંપની ઉત્કૃષ્ પ્રદર્શન કર્યુ છે. માર્ચની વાત કરી તો તેના સેલનો આંકડો ઉંચો રહ્યો છે.

અંગેની વધુ વિગત જોઇ તો  ટાટા મોટર્સે આ મહિને 0 વર્ષમાં સૌથી વધારે કારો વેચી છે. જ્યારે એસ્કોર્ટે માર્ચ મહિનામાં 12,337 ટ્રેક્ટરોનું વેચાણ કર્યું છે. કંપનીઓ માટે આ આંકડાઓ રેકોર્ડ બની ગયો છે, અત્યાર સુધી કંપનીઓએ એક મહિનામાં આટલી સંખ્યામાં ટ્રેક્ટરોનું વેચાણ કર્યું નથી.

સૌથી મોટી કાર મેકિંગ કંપની મારૂતિ સુઝુકીની માર્ચ મહિનામાં 167,014 કારો વેચાઇ છે. કંપનીઓના સેલમાં યૂટિલિટી વ્હીકલ, કોમ્પલેક્ટ સેગમેન્ટ, LCV, વૈનનું મોટું યોગદાન છે. આ હિસાબથી કંપનીનું વેચાણ પાછલા મહિનાના સરખામણીમાં 1.15 ટકા વધ્યો છે.

એસ્કોર્ટે માર્ચ મહિનામાં 12,337 ટ્રેક્ટર્સનું વેચાણ કર્યું છે. કંપની માટે આ આંકડાઓ રેકોર્ડ બની ગયો છે, અત્યાર સુધી કંપનીએ એક મહિનામાં આટલી સંખ્યામાં ટ્રેક્ટર ક્યારેય વેચ્યા નથી. કંપનીના ટ્રેક્ટરોનું વેચાણ વધીને પાછલા વર્ષે માર્ચ મહિનાની સરખામણીમાં વેચાણ 124.4% વધ્યો છે. જ્યારે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં ટ્રેક્ટર વેચાણ લગભગ 10 ટકા વધ્યો છે.

ટાટા મોટર્સે માર્ચ મહિનામાં વેચાણના આંકડાઓ સારા રહ્યાં છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં કંપનીએ 29,654 યૂનિટનું વેચાણ કર્યું છે. ટાટા મોટર્સની ઓવરઓલ સેલ ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં 14 ટકા વધીને 66,609 યૂનિટ થઇ છે. વાર્ષિક સરખામણીએ સ્થાનિક વેચાણમાં લગભગ 6 ગણો વધારો થયો છે. જ્યારે કોમર્શિયલ વ્હીકલ એક્સપોર્ટ પણ 104%નો વધારો થયો છે.

મહિન્દ્રાના પેસેન્જર વ્હીકલના વેચાણમાં ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં 8%નો વધારો થયો છે. યૂટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં પણ કંપનીની સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. કંપનીની ઓવરઓલ ઓટો સેલ 86% વધી છે. કંપનીને માર્ચમાં 40,403 વ્હીકલ વેચ્યા છે. કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટના વેચાણમાં બેગણો વધારો થયો છે. ટ્રેક્ટર સેગમેન્ટમાં ઘરેલૂ વેચાણ 122 ટકા વધીને 29,817 યૂનિટ થઈ ગયું છે.

ટ્રક મેકર કંપની અશોક લેલૈન્ડે માર્ચ મહિનામાં 17,231 યૂનિટ વ્હીકલ વેચ્યા છે. ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં કંપનીનું વેચાણ લગભગ 25 ટકા વધ્યું છે. વાર્ષિક રીતે કંપનીના વેચાણમાં 8 ટકાનો વધારો થયો છે. ઘરેલૂ મીડિયમ અને હેવી કોમર્શિયલ વ્હીકલનું વેચાણ વાર્ષિક રીતે લગભગ 6 ગણો વધ્યો છે.

(12:00 am IST)