Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

RBI ના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલ બ્રિટાનિયા કંપનીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત

આગામી પાંચ વર્ષ સુધી સંભાળશે પદ : કંપનીના બોર્ડ બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હી : ભારતીય કંપનીમાં રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને મોટી જવાબદારી મળી છે. બિસ્કિટ અને ડેરી ઉત્પાદનોની અગ્રણી કંપની બ્રિટાનિયાએ તાત્કાલિક અસરથી ઉર્જિત પટેલને કંપનીના એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તે આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર ચાલુ રહેશે.

ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં બ્રિટાનિયા વતી કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2021 ના રોજ, કંપનીના ડિરેક્ટર બોર્ડની એક બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 31 માર્ચ 2021 થી 30 માર્ચ 2026 ની સુધી ઉર્જિત પટેલ કંપનીના એડિશનલ ડિરેક્ટરનું પદ સંભાળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજનના ગયા પછી એનડીએ સરકારે ઉર્જિત પટેલની રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્તિ કરી હતી.

પટેલે 2016-2018 વચ્ચે બે વર્ષ RBIના ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તે પહેલા તે RBI ના ડેપ્યુટી ગવર્નર હતા. હાલમાં તેઓ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના અધ્યક્ષ છે. આ સિવાય તે આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સના રોકાણ સલાહકારની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે

(12:00 am IST)