Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તોડયા તમામ રેકોર્ડ : છેલ્લા 24 કલાકમાં 81,200 નવા કેસ : 461 લોકોના મોત

એક્ટિવ કેસ 6 લાખને પાર પહોંચ્યા : વધુ 51 હજારથી વધુ દર્દીઓ સાજા થયા :મહારાષ્ટ્રમાં 43,183 કેસ, મુંબઈમાં રેકોર્ડબ્રેક 8,646 નવા કેસ,પુણેમાં 8,025 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે કોરોનાએ તમામ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 81,200 નવા કેસ નોંધાયા છે. જેમાં કુલ 461 લોકોના મોત થયા છે. જે 24 કલાકમાં અત્યાર સુધીનો સૌથી મોટો મૃત્યુઆંક છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ 51,000નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.22 કરોડને પાર પહોંચી ગઇ છે.

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં જ 43,183 કેસ નોંધાયા . જેમાં મુંબઈમાં રેકોર્ડબ્રેક 8,646 નવા કેસ,પુણેમાં 24 કલાકમાં 8,025 નવા કેસ નોંધાયા .આ ઉપરાંત નવા ઘાતક સ્ટ્રેનનો ભરડો જોવા મળ્યો . છેલ્લા 24 કલાકમાં 4617 કેસ નોંધાયા . હાલ એક્ટિવ કેસ હવે 6.09 લાખની સપાટીએ જોવા મળે છે

(12:00 am IST)