Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મદુરાઈના મીનાક્ષી મંદિરમાં નરેન્દ્રભાઈએ પૂજા કરી: પરંપરાગત વેશ્ટી' (ધોતી), અને 'અંગવસ્ત્રમ' ધારણ કર્યા

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે મદુરાઈ શહેરના જગપ્રખ્યાત મીનાક્ષી અમ્માન મંદિરની મુલાકાત લીધી અને પૂજા-પ્રાર્થના કરી હતી.

તામિલનાડુ બીજેપીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, મોદીએ તેમની મુલાકાત દરમિયાન પરંપરાગત 'વેશ્ટી' (ધોતી), શર્ટ અને 'અંગવસ્ત્રમ' પહેર્યા હતા.

આજે શુક્રવારે એનડીએની ચૂંટણી સભાને સંબોધવા માટે મોદી અહીં આવ્યા છે,  મંદિરના પુજારીઓએ તેમને આવકારેલ અને 'પુર્ણ કુંભ' સન્માન આપ્યું હતું.

 વડા પ્રધાન રોડ માર્ગ દ્વારા મંદિરની યાત્રાએ આવ્યા હતા.

નરેન્દ્રભાઈ એનડીએના ઉમેદવારોના સમર્થનમાં આજે ૨ એપ્રિલે મદુરાઇ અને કન્યાકુમારીમાં જાહેર સભાઓને સંબોધન કરવાના છે.

 તમિળનાડુની ૨૩૪ વિધાનસભા બેઠકોની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાવાની છે અને ભાજપ સત્તાધારી એઆઈએડીએમકે સાથે જોડાણ કરી ચૂંટણી લડી રહ્યું છે.

(9:32 am IST)