Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અનેક હોસ્પિટલોમાં દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો

નાસિકઃ ઓકસીજન માસ્ક પહેરી ધરણા પર બેઠેલા કોરોનાના દર્દીનું મોતઃ ૩ દિ'થી ભટકતો હતો

નાશિક, તા.૨: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની સાથે જ રાજયમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોરોનાની સારવાર માટે દ્યણી હોસ્પિટલોમાં કથિત રીતે ફર્યા બાદ ૩૮ વર્ષનો દર્દી નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર દ્યરણા પર બેસી ગયો. થોડા કલાકો પછી તેનું મોત થઈ ગયું. અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી. એનએમસી કમિશનર કૈલાશ જાધવ મામલા પર કાર્યવાહી કરતા નાશિક પોલીસને તપાસ શરૂ કરવા અને દર્દીને આંદોલન કરવા ઉશ્કેરનારા લોકોની ઓળખ કરવા કહ્યું છે.

આ ઘટના મંગળવારની છે. કોવિડ-૧૯ દર્દી બાબાસાહેબ કોલે સારવાર માટે ઘણી ખાનગી હોસ્પિટલોમાં ગયા, પરંતુ તેમને એડમિટ કરવાનો ઈનકાર કરી દેવાયો. કોલેની પત્નીએ મીડિયાકર્મીઓને જણાવ્યું કે, પ્રાઈવેટ હોસ્પિટલોની ઉદાસીનતા અને વલણથી તેઓ આશ્યર્યમાં છે. આખરે તેઓ પોતાના પતિને એક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જયાં ઓકસીજન માસ્ક અને સિલિન્ડર આપવામાં આવ્યા, કેમકે દર્દીના શરીરમાં ઓકસીજનનું પ્રમાણ દ્યણું દ્યટી ગયું હતું.

તે પછી, બુધવારે સાંજે કોલે નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનની બહાર બી ગયા. તેઓ પીળા રંગનું શર્ટ, વાદળી જીન્સ અને ઓકિસજન માસ્ક પહેરીને ખુરશી પર બેઠા રહ્યા. સાથે જ કાળા કલરનો સિલિન્ડર પણ હતો. થોડા સમય પછી તેમને ધરણાં પરથી ઉઠાડી કોર્પોરેશનની એમ્બુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. અડધી રાત સુધીમાં તેમનું ઓકસીજન લેવલ લગભગ ૪૦ ટકા સુધી દ્યટી ગયું, જયારે કે સામાન્ય રીતે તે ૯૫ ટકા રહેવું જોઈએ. રાત્રે લગભગ ૧ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. નાસિક કોર્પોરેશન અને સરકારવાડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હવે એ વ્યકિતને શોધવામાં લાગ્યા છે, જેણે કોલેને આંદોલન કરવા માટે ઉશ્કેર્યા.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર હાલ કોરોનાની બીજી લહેરની ઝપેટમાં છે. રાજયમાં સંક્રમણના રોજના કેસ ૩૦ હજારથી વધુ રેન્જમાં વધી રહ્યા છે. રાજયમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૮ લાખને પાર કરી ચૂકી છે અને અત્યાર સુધીમાં ૫૪,૫૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે.

(10:18 am IST)