Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મહામારીએ મહિલાઓને સમાન તક આપવામાં એક પેઢીનું અંતર પાડી દીધું

મહામારીમાં પુરૂષોની સરખામણીમાં મહિલાઓને વધારે નુકસાન થયુ છે

વોશિંગ્ટન, તા. ૨: વિશ્વ આર્થિક મંચના એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારીએ પુરુષો અને મહિલાઓ વચ્ચે સમાનતાના મુદે એક પેઢી જેટલું અંતર પાડી દીધું છે. મહામારીમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે નુકસાન થયું છે. ઇકોનોમિક ફોરમના જણાવ્યા અનુસાર ગત વર્ષ એવું અનુમાન હતું કે પુરુષો અને મહિલાઓ વચ્ચેની અસમાનતાની ખાઇ પુરવા માટે ૧૦૦ વર્ષ જેટલો સમય લાગી શકે તેમ હતો. કોરોના મહામારી પછી હવે તેમાં વધુ ૩૬ વર્ષ ઉમેરાયા છે એટલે કે એક પેઢી કરતા પણ વધુ સમય લાગી શકે છે.

આ અહેવાલમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનને ટાંકીને જણાવાયું છે કે પુરુષોની આજીવિકા ગુમાવવાનો દર ૩.૯ ટકા જયારે મહિલાઓનો ૫ ટકા રહયો છે. લોકડાઉનની સૌથી વધુ અસર જે ક્ષેત્રોમાં મહિલાઓ રોજગારી મેળવતી હતી તેના પર વધારે થઇ છે. માર્કેટ રિસર્ચ કંપની ઇપ્સોસના આંકડા અનુસાર મહિલાઓને નોકરી ઉપરાંત દ્યરકામ, બાળકો અને વૃધ્ધોની સંભાળ સહિતની જવાબદારીઓ આવી પડી છે. આ ઉપરાંત ભવિષ્યમાં વધનારી રોજગારીમાં મહિલાઓની ભાગીદારી ઓછી જણાય છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કલાઉડ કમ્પ્યૂટિંગમાં માત્ર ૧૪ ટકા જ મહિલાઓ છે. એન્જિીનયરિંગમાં ૨૦ ટકા, ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ૩૨ ટકા મહિલાઓ રોજગારી મેળવે છે. મહામારીમાં દ્યર અને દફતર બંને જેન્ડર સમાનતા પર વિપરિત અસર પેદા થઇ છે.

જો આવનારા સમયમાં અર્થ વ્યવસ્થાને ગતિશીલ બનાવવી હશે તો આવતી કાલની નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી વધારવી જરુરી છે. આરોગ્યલક્ષી સેવાઓમાં મહિલાઓ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં મહિલાઓને પુરુષો જેટલી રોજગારીની તકો ઉભી કરવામાં ૧૪.૨ ટકા જેટલો સમય લાગશે.

એક માહિતી મુજબ વિશ્વમાં ૩૭ ટકા દેશો જ શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓને સમાન તક આપી શકયા છે. મહિલા અને પુરુષો વચ્ચે રોજગારીની અસમાનતા સૌથી વધુ મધ્ય એશિયા અને ઉત્ત્।રી આફ્રિકામાં જોવા મળે છે. આ અસમાનતાના અંતરને પુરવા ૧૪૨ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ દેશોમાં ૩૧ ટકા મહિલાઓ દ્યરની ચાર દિવાલની બહાર નિકળીને રોજગારી મેળવે છે. મહિલાઓની આર્થિક ભાગીદારી અને તકો, શિક્ષણ, સ્વાસ્થ્ય ઉપરાંત રાજકિય ભાગીદારી જેવા માપદંડો નકકી કરીને છેલ્લા ૧૫ વર્ષથી વૈશ્વિક લૈગિંક રિપોર્ટ પ્રકાશિત થાય છે.

(10:18 am IST)