Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ICC કમિટીનો મહત્વનો નિર્ણય : DRS અને થર્ડ એમ્પાયર પ્રોટોકલમાં પરિવર્તનની આપી મંજૂરી

વિરાટ કોહલીએ એમ્પાયર્સ કોલને ભ્રમિત કરનાર ગણાવ્યો હતો

મુંબઈ :ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના બોર્ડે  મોટો નિર્ણય કર્યો કે વિવાદાસ્પદ ‘એમ્પાયર્સ કોલ’ એમ્પાયરોના નિર્ણયની સમીક્ષા સિસ્ટમ (ડીઆરએસ) યથાવત રહેશે પરંતુ વર્તમાન ડીઆરએસ નિયમોમાં કેટલાક પરિવર્તનોની મંજૂરી આપી દીધી છે

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એમ્પાયર્સ કોલને ભ્રમિત કરનાર ગણાવ્યો હતો અને પાછલા કેટલાક સમયથી તે વિવાદ ચાલી રહ્યો છે.

આઈસીસીની ક્રિકેટ કમિટીના પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યું છે કે, “એમ્પાયર્સ કોલને લઈને ક્રિકેટ સમિતિમાં શાનદાર ચર્ચા થઈ અને તેનો ઉપયોગનું વિસ્તૃત આંકલન કરવામાં આવ્યું.હતું

તે ઉપરાંત તેમને કહ્યું છે કે, “ડીઆરએસનું સિદ્ધાંત તે છે કે, મેચ દરમિયાન સ્પષ્ટ ભૂલોને દૂર કરી શકાય અને સાથે તે પણ સુનિશ્ચિત થઈ શકે કે મેદાન પર નિર્ણય કરનારાઓના રૂપમાં એમ્પાયરોની ભૂમિકા બનેલી રહે. એમ્પાયર્સ કોલથી એવું થાય છે અને તે કારણ છે કે આ મહત્વપૂર્ણ છે અને તે યથાવત રહેશે.”

આઈસીસીની ક્રિકેટ કમેટીએ ડીઆરએસ અને ત્રણ એમ્પાયર સાથે જોડાયેલા નિયમોમાં ત્રણ ફેરફારોને મંજૂરી આપી છે. તેને લઈને એક નિવેદનમાં જણાવ્યું છે કે, “LBWના રિવ્યૂ માટે વિકેટ જોનની ઉંચાઈને વધારીને સ્ટમ્પની ટોચ સુધી કરી દેવામાં આવી છે.” આનો અર્થ તે થયો કે હવે રિવ્યૂ લેવા પર બેલ્સના ઉપર સુધીની ઉંચાઈ સુધીનું ઉલ્લેખ કરવામાં આવશે, જ્યારે બેલ્સના નીચેના હિસ્સા સુધી ઉંચાઈને જ ધ્યાનમાં રાખવામાં આવતી હતી. જેથી હવે વિકેટ ઝોનની ઉંચાઈ વધી જશે.

વર્તમાન નિયમો અનુસાર, એલબીડબ્લ્યૂની બાબતોમાં જો એમ્પાયરના નોટ આઉટના નિર્ણયને પડકારવામાં આવે છે તો તેને બદલા માટે બોલનો 50 ટકાથી વધારે ભાગ ઓછામાં ઓછા એક સ્ટમ્પ સાથે અથડાયો હોવો જોઈએ, આવું ના થવાની સ્થિતિમાં બેટ્સમેન નોટ આઉટ જ રહે છે. જોકે, કોહલીનું કહેવું છે કે, જો બોલનો થોડો પણ ભાગ સ્ટમ્પને અથડાય છે તો બેટ્સમેનને આઉટ આપવો જોઈએ.

LBWના નિર્ણયની સમીક્ષા પર નિર્ણય લેવાથી પહેલા ખેલાડી એમ્પાયરને પૂછી શકશે કે બોલને રમવાની વાસ્તવિક કોશિશ કરવામાં આવી હતી કે નહીં.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ત્રોજી એમ્પાયર શોર્ટ રનની સ્થિતિમાં રીપ્લેમાં આની સમીક્ષા કરી શકશે અને જો કોઈ ભૂલ થાય છે તો આગામી બોલ ફેકવાથી પહેલા તેને સુધારશે.”

આઈસીસીએ કહ્યું છે કે, “સમિતિએ પાછલા નવ મહિનામાં ઘરેલૂ એમ્પાયરોના શાનદાર પ્રદર્શનો પર ધ્યાન આપ્યું છે પરંતુ જ્યાં પણ સ્થિતિના કારણે સંભવ હોય ત્યાં તટસ્થ એલીટ પેનલ એમ્પાયરોની નિયુક્તિને પ્રોત્સાહન આપવામાં આવે.

(10:31 am IST)