Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મુંબઈમાં કોરોના મહામારી બેફામ પણ લોકો જરા પણ ગંભીર નથી

મહારાષ્ટ્રમાં કોરોના કેસ ભયજનક ગતિએ વધી રહ્યા છે, પરંતુ લોકો હજી આ મહામારીને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આજે સવારે પણ મુંબઈના દાદર શાકભાજી માર્કેટમાં હકડેઠાઠ મેદની ઉમટી પડી હતી જેમાં કેટલાય લોકોએ માસ્ક નહોતા પહેર્યા અને સોશ્યલ ડિસ્ટનસિંગના ધજાગરા થયા હતા. હજુ ગઈકાલેજ મુંબઈમાં કોરોનાના રેકર્ડબ્રેક ૮,૬૪૬ નવા કેસ નોંધાયા છે.

(11:36 am IST)